________________
૧પ૦
દુભાવીને સાધુથી ગૌચરી લેવાય નહિ. બાઈ કહે છે મહાસતીજી! મને એ દુઃખ થાય છે કે હું આપને શું વહેરાવું? હું આપની સાથે ઘરે ઘરે ફરું ત્યારે કેઈ તમને મિઠાઈ વહોરા, ઘી પડેલી રોટલી વહેરાવે. આ જોઈ ને મને થાય કે હું શું વહેરાવું? મારી પાસે તે એક જારને રોટલે જ છે. નથી મીઠું કે મરચું કે શાક! રાજ જારને એક રેટ અનાવું છું. ઘણી વખત ભાવના થાય કે હું સંતને દાન દઉં, પણ શું વહેરાવું! એમ થાય છે. મને લુખો જારને રોટલે વહેરાવતાં સંકેચ થાય છે એટલે મારી ભાવનાની ભરતીને દબાવી હું ઘરમાં પિસી જાઉં છું. બીજું કાંઈ જ કારણ નથી. મેં કહ્યું બહેન! તારી આટલી ભાવના છે અને આમ શા માટે સંકેચાય છે? સાધુને મિષ્ટાન્નની જરૂર નથી. સંતે તો ભલે લૂખો રોટલે હોય પણ નિર્દોષ આહારની ગષણા કરે. લૂખો-સૂકે પણ નિર્દોષ આહાર જે સંયમમાં પુષ્ટિ આપે છે તે માલમલીદા આપી શકતાં નથી. ત્યારથી આ બાઈને સંકેચ ચાલ્યા ગયે ને પિતે જે ખાતી તેમાંથી યથાશક્તિ સંતને વહોરાવવા લાગી.
. * બં ધુઓ. તમે આમંત્રણ આપીને સંતોને ગૌચરી લઈ જાવ એ આહાર સાધુને કલ્પ નહિ. કંઈક વખત એવું બને છે કે અમને એમને ઘેર ગૌચરી લઈ જવા ખૂબ આગ્રહ કરે. આજે તે મારે ઘેર પધારવું જ પડશે. અમે ના પાડીએ તે કહેશે કે પછી ભલે ન આવશે પણ આજે તે પધારવું જ પડશે; તે એટલું બધું શું છે! તે કહે કે આજે મરચાના ગરમ ગરમ ભજીયાં અને કચેરી બનાવી છે. ત્યારે અમે કહીએ કે સાધુ સ્વાદિષ્ટ આહારના ગૃદ્ધિ ન હોય. એ તે સહજ રીતે એ તરફ પધાર્યા હોય અને આવે તે જુદી વાત છે.
પણ આવી રીતે અમારાથી અવાય જ નહિ. ત્યારે કહે કે તમે તે હવે મોટા થયા. પણ આ બિચારી નાની નાની ચેલીએ ચારે ખાય? ભાઈ! તમારાં ભજીયાં ને કચોરી માટે અમારા સાધ્વીજીઓને તમે બિચારા બનાવે છે? સંતો બિચારા ને બાપડા ન હેય. અમે મહાવીરના સંતાને છીએ. એક દિવસની દીક્ષાપર્યાયવાળે સાધુ પણ સિંહને બાળ છે. એની સામે ગમે તેવા કાયરે આવે તે તેને જડબાતોડ જવાબ દઈ દે. માટે ભલા થઈને તમારા ભજીયાં ને કચોરી માટે સંતને બાપડા-બિચારા ન બનાવશે.
પેલી બહેનને સમજાઈ ગયું કે સંતે તે નિર્દોષ આહારના જ ગષક છે. એમને મેવા-મિઠાઈની જરૂર નથી. પછી તે નિર્દોષ આહાર વહેરાવવા લાગી. કહેવાનો આશય એ છે કે માણસની કેવી સ્થિતિ હોય છે તે અનુભવી જે જાણી શકે છે. બિચારા બહારથી ઉજળા થઈને ફરતા હોય ને ખબર પડે કે અંદરથી ખખડી ગયા છે તે તેમને કઈ મજબૂત કરવા ન જાય પણ એનું બારણું તોડી પાડે. કરામાંથી એક ઇંટ નીકળી ગઈ તે તેમાં સિમેન્ટ પૂરવાથી મજબૂત થાય છે, પણ જે હલાવવામાં આવે તે મોટું
શા. ૨૦.