________________
શેઠ. એક વખત એ ગામડામાં રહેતાં એ શેઠને ત્યાં એના દિકરાના લગ્નને પ્રસંગ આવ્યું. ખૂબ ધામધૂમથી શેઠના દિકરાને વરઘોડે ચઢાવ્યો છે. દારૂખાનું ખૂબ ફૂટી રહ્યું છે. એનો વરઘેડો એક ગરીબના ઝુંપડા પાસેથી પસાર થાય છે. એ દારૂખાનામાંથી એક સળગેલી હવાઈ ઉડીને એક ગરીબના ઝુંપડા ઉપર પડી અને ઝુંપડું બળીને ખાખ થઈ ગયું. એ ગરીબ માણસ તેની પત્ની ને બાળક સહિત ખેતરમાં ગયે હતો. તે ઘરે આવે, જુએ છે તે પિતાનું ઝુંપડું બળી ગયું છે. એ જોઈને ખેડૂત અને તેની પત્ની તથા બાળકો બધા રડવા લાગ્યા. અમારી ગરીબની ઝુંપડી કોણે બાળી નાંખી ?
શેઠના દિકરાને વરઘોડે અધવચ છે. આ ગરીબ નમ્રતાપૂર્વક કહે છે બાપુ! આ તમારા દારૂખાનાની હવાઈ મારી ઝુંપડી ઉપર પડી અને મારી ઝુપડી બળીને ખાખ થઈ ગઈ. મારે મન ઝુંપડી એ બંગલો છે. અત્યારે અમે નિરાધાર થઈ ગયા છીએ. અધવચ આ ગરીબ માણસે વરઘેડો રોક. વણિક ચતુર બહુ હેય. બજારમાં તે સિંહની જેમ ગાજતે હોય પણ ઘરમાં આવે અને શ્રીદેવી ધમકાવે તે બકરી જેવો બની જાય. ગામડે ઉઘરાણી ગયા છે, પેલે ઘરાક ખાટલે ઢાળીને બેસાડે અને ધારીયું બતાવે કે બેલે! હવે ધારીયું ખાવું છે કે પૈસા જોઈએ છે! ત્યાં સીધાદોર થઈ જાવ છે. દુકાને બેસીને ઘરાકને ધમકાવે છે કે તારા કાકાના પૈસા લઈ ગયો છે તે ક્યારે આપવાના છે? પણ પેલો ધારીયું બતાવે તે કહેશે બાપા મારે કંઈ જોઈતું નથી. મને જીવતો છોડી દે એટલે બસ.
આ શેઠે સમયસુચકતા વાપરી. જે અત્યારે હા-ના કરીશ તો મારી આબરૂ જશે, એટલે વાણિયાએ વચન આપ્યું કે ભાઈ! લગ્ન પતી જશે એટલે હું તને તારું છુંપડું બનાવી આપીશ. આ બિચારે સમજો કે હશે. એણે ઈરાદાપૂર્વક કંઈ મારી ઝુંપડી બાળી નથી અને શેઠ ઝુંપડી બંધાવી દેશે એટલે આનાકાની કર્યા વિના પાછા આવ્યા. લગ્ન પત્યા પછી બે ત્રણ દિવસ ગયા. મહેમાને આવેલા પણ ચાલ્યા ગયા. ત્યારે આ ગરીબ માણસ શેઠને કહે છે બાપુ ! હવે મારું ઝુંપડું બનાવી આપો. શેઠ, કહે હવે શેઠા દિવસ પછી. એ રીતે આ ગરીબ થોડા દિવસે શેઠ. પાસે જાય છે અને શેઠ વાયદા આપ્યા કરે છે. પણ શેઠ ઝુંપડું બંધાવી આપતા નથી. આ માણસે આશામાં ને આશામાં શિયાળે અને ઉનાળો તો ઝાડના આશ્રયે રહીને અનેક મુશીબતે વેઠતાં કાઢી નાંખ્યા. શેઠ વાતને ઠેલ્યા કરે છે. હવે આ ગરીબની ધીરજ ખૂટી ગઈ. શેઠની આબરૂ લગ્ન વખતે સચવાઈ ગઈ એટલે હવે એને તે ગરીબના દુઃખની પરવા નથી. કહેવત છે ને કે “ગરજ સરી એટલે વેદ વેરી” શેઠને તે મગરૂરીને પાર નથી.
હવે ચોમાસાના દિવસો આવ્યા. ધોધમાર વરસાદ વરસે છે. આ ગરીબ માણસના બાળક વરસાદની ઠંડીથી થરથર ધ્રુજે છે. આંખમાંથી આંસુની ધારા વહે છે, ખાવાના પણ