________________
૧૪૯
આત્મ કલ્યાણ કરવાના માર્ગ હોય તે આ માનવ ભવ છે. દેવના ભવ તા ભાગ પ્રધાન છે. ત્યાં તે કરેલા પુણ્યના ભાગવટા જ કરવાના છે. દેવાના એક એક વિમાન તા ચંદ્ર અને સૂર્ય કરતાં પણ અધિક દૃષ્યિમાન છે. તમારી મિક્ત તા ગમે તેટલી હશે છતાં મર્યાદિત છે. એની ઋદ્ધિ પાસે તમારી ઋદ્ધિ કઈ હિસાબમાં જ નથી. આપણુ આયુષ્ય બહુ મહુ તા ૬૦, ૭૦ કે ૧૦૦ વર્ષોંનુ. જ્યારે દેવાનું આયુષ્ય તા ઓછામાં ઓછુ દશ હજાર વર્ષ અને એથી અધિક પલ્યાપમ અને તેત્રીસ સાગરાપમ સુધી છે. આપણે તે માતાના ગર્ભમાં આવવાનુ, ખાલ-યુવાન અને વૃદ્ધાવસ્થા આવવાની. તેમાં પણ જો રાગ આવી જાય તેા માણસ યુવાન હોવા છતાં વૃદ્ધ દેખાય છે. જ્યારે દેવને કોઈ જાતના રોગ આવે નહિ. માતાના ગર્ભમાં આવવાનું નહિ. તેમને માલ અવસ્થા કે વૃદ્ધાવસ્થા પણ આવે નહિ. ગમે તેટલા વર્ષ જીવે પણ દેવ તા સદા તરૂણ જ રહે છે. આવા મહાન સુખાના અનુભવ કરતાં દેવાનું આયુષ્ય કયાં પુરુ થઇ જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી. આટલું લાંબુ આયુષ્ય અને આવા ઉત્તમ ભેગા છેડીને દેવાને ચવવુ' પડે છે. તેા પછી આપણી તા વાત જ કયાં કરવી ? માટે જ્ઞાનીએ કહે છે હું આત્માએ ! તમારું' આયુષ્ય પલકારામાં પૂરું થઈ જશે. આ મનુષ્ય જીવન કેવું છે ?
कुसग्ग जह ओस बिन्दुए, थोव चिठ्ठह्न लम्बमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ।।
66
ડાભના પાંદડાના અગ્ર ભાગ ઉપર રહેલુ આંકળનું બિંદુ કયાં સુધી ટકશે ? જેમ ડાભના પાંદડા ઉપર ઝાકળના બિંદુ ઉપર સૂર્યના કિરણેા પડે છે ત્યારે તેની શોલા સુંદર દેખાય છે, પણ જ્યાં પત્રનના એક ઝપાટા લાગ્યા ત્યાં એ બિંદુ સરી પડવાનુ છે. તેમ મનુષ્યનું જીવન પણ એવું જ ક્ષભ'ગુર છે. ત્યાં સુધી આધિવ્યાધિ ને ઉપાધિના વાયરા વાયા નથી, કાળ રાજાની સ્વારી આવી નથી ત્યાં સુધી બધા ખેલ ખેલી લેા, જ્યારે આ બધી માજી સકેલીને જવાનેતા સમય આવે ત્યારે અક્સેાસ ન કરતા.
મહાન પુરૂષ. તમને સમજાવી સમજાવીને થાકથા. એક નાના બાળકને જ્યારે સ્કુલે પહેલવહેલા મૂકવામાં આવે ત્યારે તેને સ્કુલે જવુ ગમતું નથી હાતું. એ બાળકને સ્કુલે મેાકલવા માટે એની માતા એને સમજાવી સમજાવીને માલે છે. તેમ છતાં ખાળક ન સમજે તે તેની માતા જાતે તેને મૂકવા જાય. છતાં ન માને તે એને ચાર પીપરમી'ઢ આપે. અને કહે છે બેટા ? જો તુ દરરાજ સ્કુલે જઈશ તા હું તને રાજ ચાર પીપરમીટ આપીશ. આ અણુસમજી ખાળક પીપરમીટની લાલચે સ્કુલે જવા લાગ્યા. દશ-પંદર દિવસ પીપર આપવી પડી. પણ જ્યાં એને ભણવામાં રંગ લાગ્યા ત્યાં એ