________________
જે ધારે તે પિતાના પુત્રને સદાચારી તે બનાવી શકે છે. સદાચાર જ એક એવી ચીજ છે કે જે અપનાવીને નિર્ધન અને અભણ માણસ પણ પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. આ સંવત્સરી પર્વ પણ આત્માને સદાચારી બનવાનો સંદેશ આપે છે. જીવનમાં જે જે દોષો ભર્યા છે તેને તમે દફનાવી દે. અનાદિકાળથી જીવે પરના જ દેષ જોયા છે. પણ સ્વ દેષ જોયા જ નથી. પિતાને દુઃખ ન પડે તે માટે જેટલી સાવધાની છે તેટલી પરને માટે નથી, કારણ કે ત્યાં પર માન્યું છે. જ્યાં પર માન્યું છે ત્યાં કંઈ બને તે ચિંતા થતી નથી પણ જ્યાં સ્વ માન્યું છે ત્યાં જ દુઃખ થાય છે.
એક વખત એક શેઠને ઘાટી બહારગામ ગયેલ. તે બહારગામથી આવ્ય ને સીધો શેઠના ઘેર આવ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. શેઠ પૂછે છે, તું બહારગામથી ચાલ્યો આવે છે અને આટલું બધું રડે છે શા માટે? આ તે વધુ ને વધુ રડવા લાગ્યો શેઠ ખૂબ કહે છે ભાઈ ! તું કેમ રડે છે, કહે તે ખરે? નેકર કહે છે શેઠજી ! શું કહું, કહેવાય તેમ નથી. પણ ભાઈ જે હોય તે કહે. જલદી કહે. ત્યારે ઘાટી કહે છે શેઠ!
મરી ” એમ કહી પાછે ખૂબ રડવા લાગ્યું. ત્યારે શેઠ કહે છે ભાઈઆ દુનિયાને એ કમ છે કે જે જન્મે છે તે મરે. છોકરી મરી ગઈ તેમાં આટલું બધું શા માટે રડે છે? એ ગઈ અને શું તારે નથી જવાનું? ઘાટી કહે છે બાપુ ! કહેવું સહેલા છે પણ સમય આવે સમતા રહેવી મુશ્કેલ છે. શેઠ મારી દિકરી નહિ પણ “તુમવી સ્ત્રી” આ સાંભળી શેઠકહે છે હું મારી દિકરી? કઈ દિકરી? ઘાટી કહે છે હું બહારગામ ગયો હતો. ત્યાં મને થયું કે આ બહેનનું ગામ છે. માટે આવ્યો છું તો લાવ મળતે જાઉં. હું ગમે તે બહેનને ઘેર રોકકળ ચાલતી હતી. મોટા બેન ગુજરી ગયાં છે. તેમના ઘરના માણસોએ મને કહ્યું કે તમે જલ્દી ગાડીમાં બેસે અને શેઠને ખબર આપે, એટલે હું તરત જ આવ્યો છું. જ્યાં શેઠને ખબર પડી કે એ તો મારી દિકરી મરી ગઈ ત્યાં હૈયાફાટ રૂદન કરવા લાગ્યાં. ત્યારે ઘાટી કહે છે બાપુ ! આપ મને હમણાં જ કહેતા હતા ને આપ આ શું કરો છો ? આપ સમતા રાખે. આજે આપણા બધાની દશા આવી જ છે. આપણે પરને ઉપદેશ આપવામાં જ પંડિત છીએ, પણ પિતાને માથે આવે ત્યારે પંડિતાઈ ચાલી જાય છે. “વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું!”
આજે વિદ્યા સ્વકલ્યાણ માટે ભણતી નથી પણ બીજાની સાથે વાદ કરવા માટે ભણાય છે. આ જીવે પર માટે ઘણું કર્યું છે, પણ સ્વ માટે કંઈ જ કરતે નથી. ભૂગુ પુરોહિતના બે બાળકોને સ્વ કલ્યાણની લગની લાગી છે. તેમને આ સંસાર અસાર લાગે છે. તેમને સંસારના બંધન તેડીને મુક્તિ મેળવવી છે. એટલે ગુરૂદેવને ગામમાં પધારવાની વિનંતી કરીને બંને બાળકો પોતાને ઘેર આવે છે. માતા પુત્રની પાછળ ઘેલી બનેલી છે. પુત્રોને બાથમાં લઈને કહે છે બેટા! તમે અત્યાર સુધી ક્યાં ગયાં હતા?