________________
અને કહે કે તારે આ પૈસાને દરરાજ બમણે કરતા જવું. આજે એક પૈસો છે તેના કાલે બે કરવા. પરમ દિવસે બેના ચાર કરવા. એમ એક મહિના સુધી બમણું કરતાં કેટલી રકમ થાય છે? તમે તો એને હિમાબ જલ્દી કરી શકે. કાલે હિસાબ કરી લાવજે. જેમ એક પૈસાને દરરોજ બમણ કરતાં એક મહિનામાં કેટલી સંપત્તિ વધી જાય છે? તે જ રીતે આપણે આપણું અમૂલ્ય માનવ જીવન રૂપી સંપત્તિમાંથી આત્મ સાધના માટે એક મિનિટથી માંડી હંમેશા તેને સમય બમણો કરતાં જઈએ અને આત્મશુદ્ધિ કરતાં જઈએ તે સંવત્સરી પર્વ આવે ત્યાં સુધીમાં કેટલી આત્મશુદ્ધિ કરી શકીએ ! આ મહિનાનું ઘર આપણને શુદ્ધ થવાની સૂચના કરે છે.
આત્મશુદ્ધિ માટે સર્વપ્રથમ જ્ઞાનની જરૂર છે. આજે જ્ઞાન તે ઘણું વધી રહ્યું છે. પણ સાચી વિદ્યા છે તે જ છે કે “સા વિદ્યા યા વિમુળે” જે આત્માના બંધનમાંથી મુક્ત કરે. વિદ્યા એ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. વિદ્યાથી માણસ મહાન બની શકે છે. પૂજનિક બની શકે છે. અને એ વિવા આચારમાં આવે તે કલ્યાણ થઈ જાય છે.
વિદ્વવં ચ નૃપવં ચ નવં તુલ્ય કદાચન !
સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે ” રાજાપણું અને વિદ્વાનપણું બંને સરખા નથી. કારણ કે મોટો રાજા હોય પણ તે બહુ બહુ તે પિતાના દેશમાં જ પૂજાય છે. અથવા બીજા દેશમાં તેની ઓળખાણ પિછાણ હોય તો ત્યાં પૂજાય છે. પણ વિદ્વાન માણસ તે બધે પૂજાય છે. કેમ કે “વિઘાચા સત્ર જૂચ વિદ્યાથી માણસ બધે પૂજાય છે. વિદ્યાની આટલી મહત્તા છે પણ તેને આચાર પાસે નમવું પડે છે. ચારિત્ર સાથે જ્ઞાન ભી ઊઠે છે. માટે આપણે જેટલું સમજીએ, જ્ઞાન મેળવીએ તેટલું આપણે આપણું જીવનમાં ઉતારવું જોઈએ.
દરેક બોલી રહ્યા છે કે ધર્મને પ્રચાર કરવું જોઈએ, પણ મને પ્રચાર કેવી રીતે કરાય તે વાતને સમજતા નથી. શું અઠ્ઠાઈ કરીને વરઘડે કાઢવાથી કે જમણવાર કરવાથી ધર્મને પ્રચાર થઈ શકે છે? ના, ધર્મનો પ્રચાર કરવાની ઉત્તમ રીત હોય તો તે આચાર છે. આપણે જે વાતનો પ્રચાર કરે છે તેને આપણે પ્રથમ આચારમાં ઉતારવાની જરૂર છે. ભગવાન મહાવીરને તમે જોયાં નથી. એટલે તેમની વાત બાજુમાં મૂકે. પણ ગાંધીજીને તે તમે સૌ ઓળખે છે ને? શું ગાંધીજી બેરીસ્ટર હતા માટે આજે લેકે તેમને યાદ કરે છે! લોકમાન્ય તિલક વિગેરેને તમે આજે શા માટે યાદ કરો છો? શું તે વિદ્વાન હતાં માટે તેમને આજે સૌ કોઈ યાદ કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે જે જાણ્યું તેને સર્વ પ્રથમ પિતાના જીવનમાં ઉતાર્યું હતું. આજે લેકે પિતાના પુત્રને ગ્રેજ્યુએટ બનાવવાની ઈચ્છા રાખે છે પણ તને સદાચારી બનાવવાનું લક્ષ રાખે છે ખરા? પિતાના પુત્રને ધનવાન કે ગ્રેજ્યુએટ બનાવ એ પિતાના હાથની વાત નથી, પણ માણસ,