________________
ત્રીજું છે “પરશ્રાવક શું કાપે? કાળી વાસનાઓ અને કર્મના બંધન કાપે. અહીં કેઈને ખિસ્સા કાપવાના નથી. કેઈભેળે ભટકી જાય તેના ગળા કાપવાનાં નથી. પણ ભવ બંધનના ફેરા કાપવાનાં છે. જન્મ મરણના ફેરા ટાળવાને, કર્મોના બંધનને કાપવાને જે અવસર મને મળે છે તે ફરી ફરીને મળવાનું નથી. આ દેડ ક્ષણભંગુર છે માટે મારા જીવનની સાર્થકતા કરી લઉં. આ તે જાગૃત રહેવાનું સ્થાન છે. અહીં પ્રમાદ કરવાનું નથી.
મનુષ્યનું જીવન કેવું છે. તે ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હે આત્માઓ!
નવિચ માં ઉમાચઆ જીવન ક્ષણિક છે એમ સમજીને પ્રમાદ ન કરે. વળી કહ્યું છે કે “માં વહીદા રજુમો” ભીરંડ પંખીનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે. પછી ચાહે શ્રાવક હોય કે સાધુ હોય. શ્રાવક એટલે શ્રમણે પાસક. તમે શ્રમણનાં ઉપાસક છે. સાધુને જે વાત લાગુ પડે એ તમને પણ લાગુ પડે છે. સાધુને સર્વથા અને તમને દેશથી પણ લાગુ તે પડે જ છે. અહીં ભારંડ પંખીનું દૃષ્ટાંત શા માટે આપ્યું? ભારેડ પંખીને બે મોઢાં હોય છે. પણ એને ખાવાનું તે એક જ મોઢાથી. જે એ ભાખંડ પંખી બે મોઢેથી ખાવા જાય તે મરી જાય. કારણ કે એના બે મોઢા છે તેની વચમાં એક પાતળું પડે છે. જે એ ખાવામાં રહેજ ભૂલ કરે તે પડદો તૂટી જાય અને મરી જાય માટે એ ખાવામાં સહેજ પણ ભૂલ કરતું નથી. તેમ આપણે પણ આ માનવ ભવ પામીને સહેજ પણ પ્રમાદ કરવા જેવો નથી. એ પંખી ખાવામાં ભૂલ કરે તે મરી જાય છે. અને એક ભવ બગડે છે, પણ આપણાં કેટલાં ભવ બગડશે! આપણું જે સહેજ ભૂલ થઈ તે સમજી લેજે કે આપણે અનંત સંસાર વધી જશે. કારણ કે આપણું સ્ટેજ તેના કરતાં ઊંચું છે. પ્રમાદને છોડી જાગૃત બનવાને આ અવસર છે.
આજના દિવસનું નામ મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું. આ ધરના દિવસો એક મહિનામાં કેટલી વખત આવશે? (સભામાંથી જવાબ - ચાર વખત) આજથી પંદરમે દિવસે બીજું પંદરનું ધર. ત્રીજું અઠ્ઠાઈ ધર અને ચોથું તેલા ધર. આ ચારે પર આપણને જાગવાની સૂચના કરે છે. આપણે આજથી જ જાગૃત બનવાનું છે. બંધુઓ આજથી એક મહિને સંવત્સરી પર્વ આવે છે. આપણે ગયા સંવત્સરી પર્વ પછી અત્યાર સુધીના અગિયાર મહિનામાં જે કંઈ સાંભળ્યું, જે વાયુને જે વિચાર્યું તેને એક માસમાં આપણા જીવનમાં ઉતારી લઈએ, તે જ આપણે પ્રાપ્ત કરેલ જ્ઞાનની સાર્થકતા છે. કદાચ તમે કહેશે કે હવે એક મહિનામાં અમે શું કરી શકીએ ? ભાઈ ! તમે મહિનામાં તો ધારે તે કરી શકો તેમ છે. જેમ કેઈ એક માણસ બીજા માણસને એક પૈસો આપે