________________
માતાને પુત્ર પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે. પછી એ લાલ માતાને પાળશે કે નહિ એ તે જ્ઞાની જાણે. દિકરાને પણ મા હાલી જરૂર હોય છે. પણ તે કયાં સુધી? બે પગવાળો હોય ત્યાં સુધી! જ્યાં ચાર પગ થયા એટલે માતાના હેત ભૂલી જાય છે. પહેલાં પુત્ર માતા માટે કેટલું કરતો હોય છે. અને એને માતા કેવી વહાલી હોય છે તેનું દષ્ટાંત–
રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રસંગ લખ્યો છે. એક માતાને એક નાનકડો બાળક છે. માતા માંદગીના બિછાને સૂતેલી છે. તેની સ્થિતિ એક દિવસ ગંભીર બનવા લાગી. તેને વહાલસે લાલ નિશાળે ગયે છે. માતા કહે છે મારા લાલનું મુખ મારે જેવું છે. પણ જે એને અત્યારે બેલાવવામાં આવશે તે એને ખૂબ દુઃખ થશે. માતા અંતિમ સમયે પણ પુત્રને દુઃખ ન થાય તેની કેટલી સંભાળ રાખે છે. માટે હમણું તેને બેલાવશે નહિ. આ માતા પ્રાણ ત્યાગ કરે છે. માતાને અગ્નિસંસ્કાર વગેરે વિધિ પતી જાય છે. બાર વાગ્યે સ્કૂલ છૂટે છે અને બાળક ખેલતો કૂદ ઘેર આવે છે. બાપ ગમગીન ચહેરે બેઠો છે. નાના બાળકને બીજી કાંઈ ખબર પડતી નથી પણ પોતાની માતા ઘરમાં દેખાતી નથી એટલું તે સમજી શકે છે. બાપુજી! મારી બા આ પલંગમાં સૂતી હતી તે કેમ દેખાતી નથી? મારી બા ક્યાં ગઈ છે? પિતા કાંઈ જવાબ આપતા નથી. બાળક તે નિર્દોષ હોય છે. એને થયું કે કયાંક ગઈ હશે ! હમણાં આવશે એટલે દફતર મૂકીને બાળક રમવા ગયે. ઘેડીવારે પાછો આવીને પૂછે છે બાપુજી! મારી બા હજુ નથી આવી? પિતાની હાલી પત્નીને હજુ અગ્નિસંસ્કાર કરીને આવેલા પિતા બાળકને શો જવાબ આપે? પિતા કંઈ બોલી શક્યા નહિ. આંખમાં આવેલા આંસુને લૂછીને આંગળી ઊંચી કરી ગદ્ગદ્ કંઠે બોલ્યાઃ બેટા! તારી માતા ઉપર ગઈ છે. ફૂલ જેવો બાળક શું સમજે? એણે માન્યું કે મારી બા મેડી ઉપર ગઈ છે. માતાના હેતન ભૂખ્યો બાળક દેડ મેડી ઉપર ગયે. ઉપર માતા દેખાતી નથી. બાપુજી! મારી બા ઉપર પણ નથી. માતાને નહિ જેવાથી બાળક રડે છે. ત્યારે પિતા કહે છે બેટા! મેડી ઉપર નહિ પણ આકાશમાં ગઈ. જેમ તેમ સમજાવ્યું પણ બાળક માતા વિના ઝૂરે છે. દુનિયામાં માતાના હેત અલૌકિક હોય છે. માટે જ કહેવત છે કે “લાખ કમાતે બાપ જાય પણ ઘંટીનું પૈડું ફેરવીને પેટ ભરનારી માતા ન મરશે. કારણ કે લાખો ને કોડ રૂપિયા આપતાં પણ માતાનાં હેત મળતાં નથી. તમે પૈસા કમાઈ જાણે પણ માતા જે બે ઉપાડી શકે છે, બાળકને પ્રેમનું પીયૂષ પાઈ શકે છે તે તમે પીવડાવી શકતા નથી. આ પિતા બાળકના માથે હાથ ફેરવતા સૂતા છે. જરા ઊંઘ આવી ગઈ. મધ્યરાત્રીને સમય છે, બાળક પથારીમાંથી ઉઠી છાનોમાને અગાશીમાં ગયો, અને આકાશ સામું ટગરટગર જોઈ રહ્યો છે. આ વિશાળ આકાશમાં તેની માતા કયાં હશે? આ અગણિત તારામાંથી કેને પૂછું કે મારી માતા કયાં છે? અનિમેષ દૃષ્ટિથી બાળક આકાશ તરફ બે હાથ પ્રસારી કરૂણ સ્વરે બોલે છે કે મા ! તું કાલની કયાં ચાલી ગઈ છે? બા, તું જલદી નીચે આવ. હું સ્કૂલેથી આવતે ત્યારે તું મને મીઠું દૂધ પાતી હતી. કાલનું મને કેઈએ દૂધ પણ
શા. ૧૯