________________
કહેવાને આશય એ છે કે જેને જે જાતની ટેવ પડી હોય તેને તે જાતની સગવડ મળે તે આનંદ આવે. જેમ રાજાએ તેને ખૂબ સુખમાં રાખી પણ એ સુખ ભિખારણને ન ગમ્યું. તેમ અમે તમને મોક્ષના સુખને માર્ગ બતાવવા ચાહીએ છીએ, પણ તમને રૂચ નથી. હવે અમારે તમને કેવા કહેવા? તમે તમારી જાતે જ સમજી લેજો કારણ કે મારે તે હજુ ત્રણ મહિના અહીં રહેવું છે. એટલે તમને મારે તે કંઈ જ કહેવું નથી. અમે તો કહીએ છીએ, દેવાનુપ્રિયે! અમારે ત્યાં આવા સુખે છે. પણ પેલી રાણીની જેમ ગમે જ નહિ. તમે સંસારમાં ગમે તેવા વીંધાઈ રહ્યાં છે છતાં સંસાર જ મીઠો લાગે છે. તમારા સંસારના સુખ ભિખારણ રાણીને માંગેલા રોટલાના ટુકડા જેવાં છે. અને મુક્તિના સુખ એ રાજાના સુખો જેવા કિંમતી છે. માટે આ રોટલાના ટુકડા સમાન સુખેને છોડી દે.
ભગવાન કહે છેઃ મારા શ્રાવકે કેવા હેય! શ્રાવકે ઉચ્ચ આચારને પાળનાર હાય. એ શ્રાવક શબ્દના ત્રણ અક્ષર છે. શ્રાવક શબ્દ શું ધાતુ પરથી બનેલું છે. કૃ = સાંભળે, વ = એટલે વાવે અને ક = એટલે કાપે. હવે ત્રણ અક્ષર ઉપસ્થી ત્રણ શબ્દો બને છે. શ્રણોતિ, વતિ અને પતિ આ ત્રણે શબ્દ સંસ્કૃત છે. શ્રાવક શું સાંભળે, શું વાવે અને શું કાપે? શ્રાવક હમેશાં જિનવાણીનું શ્રવણ કરે. દીનદુઃખીની ભૂમિમાં પૈસા વાવે અને કામ-કેપ રૂપી કાળી વાસનાઓને જડમૂળમાંથી કાપી નાખે. સંસારમાં રહેવા છતાં સદા એવી ભાવના ભાવે કે હવે મારે જન્મ-મરણના ચક્રમાં ફસાવું નથી. મારે તે આત્માના અવ્યાબાધ સુખ મેળવવા છે. એવી જ ભાવના ભાવતા હોય. આખો સંસાર ભલે રહ્યો, તિજોરીમાં પૈસા ભલે રહ્યાં, પણ આ સંસાર અને પૈસા તમારા હૈયામાં વસી ન જવા જોઈએ. જ્યારે તમને સ્વરૂપનું ભાન થશે ત્યારે બધું વિનાશી અને અશરણું લાગશે. લંડન જઈને એફ. આર. સી. થઈને આવ્યું હોય છતાં કર્મના ઉદય આગળ બધું જ ફોગટ છે. ડોકટરે પણ કહે છે કે જ્યારે કર્મ નબળાં હેય ત્યારે અમારો ઈલાજ કામ આવે, બાકી તે અમે કાંઈ જ કરી શકીએ નહિ.
દેવાનુપ્રિયે! ભગવંત કહે છે તું આ સંસારમાં રહીને હેય, રેય અને ઉપાદેયનો ખ્યાલ કરી લે. જાણવા એગ્ય જાણું લે, છાંડવા ગ્ય છાંડી દે, અને આદરવા યોગ્ય આદરી લે. હવે તમને થશે કે જાણવું છું, છાંડવું અને આદરવું શું? નવતત્ત્વ છે તેમાં જાણવા યોગ્ય કેટલા, છાંડવા યોગ્ય કેટલા અને આદરવા યોગ્ય કેટલા ? એટલું તે શ્રાવકને આવડવું જ જોઈએ, નવતત્ત્વમાં જીવ અને અજીવ એ જાણવા ગ્ય છે. પુણ્ય-સંવરનિર્જરા અને મોક્ષ એ ચાર આદરવા યોગ્ય છે. પણ પુણ્ય નિર્જરાની અપેક્ષાએ નિશ્ચય નયથી હેય છે, પણ તેરમે ગુણસ્થાને ન પહોંચીએ ત્યાં સુધી ઉપાદેય છે. પાપ-આશ્રવ અને બંધ એ ત્રણ છાંડવા ગ્ય છે. આ રીતે જાણવા ગ્ય જાણી લે, છાંડવા યોગ્ય છાંડી દે અને આદરવા ચોગ્ય આદરી લે તે જ તમે સ્વઘર તરફ પ્રયાણ કરી શકશે.