________________
૧૭૮
પાછા આવ્યા નહિ. એટલે માતા-પિતાને ચિંતા થાય છે. અહ! આપણું વહાલસોયા હજુ કેમ ન આવ્યા! હવે આ બાળકોના બેલવા ચાલવામાં ફેર પડી ગયા છે. એમનું પહેલાનું ખેલવાનું-કૂદવાનું અને રમવાનું જુદું હતું. બાલ મસ્તી હતી. હવે તે આત્માની મસ્તીને અનુભવ કરી રહ્યાં છે. કોઈ જીવની હિંસા ન થાય તે રીતે યત્નાપૂર્વક ધીમે ધીમે ચાલે છે; મુખ ઉપર ચારિત્રના આનંદની સીમાને પાર નથી. દૂરથી પુત્રને આવતાં જોઈ માતા હર્ષઘેલી બની ગઈ. જ્યાં આવ્યાં ત્યાં બંને પુત્રને બાથમાં લઈ કહે છે બેટા! આજે તમે કયાં રમવા ગયા હતાં? આજે તમને આટલી બધી વાર કેમ લાગી? આ બાળકે કહે છે માતા! આજે અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. બેટા! શેને આનંદ! ત્યારે બાળકો કહે છે માતા ! અમે આજે સંતનાં દર્શન કર્યા. એવા સંતને અમે આ જિંદગીમાં કઈ દિવસ જોયા ન હતા. તેમને સંતે ખૂબ વહાલા હોય પણ જે તમારા દિકરા-દિકરીને દીક્ષા લેવાને ભાવ જાગે તે તમને સંત ભરણ જેવા લાગે. હો... પણ વિચાર કરે. તમારા ભાગ્ય હોય તે તમારા સંતાનને સંયમ લેવાના ભાવ જાગે. તે વખતે તમે એ વિચાર કરજે કે તે સંયમ લેવા સમર્થ નથી પણ સંતાનને તે દીક્ષા લેવા દઉં. એને શા માટે સંસારમાં રખડાવું?
સંતના દર્શન કર્યા પછી આ બાળકોના અંતરમાં ઊમિ ઉછળી રહી છે. ક્ષણે ક્ષણ લાખેણી જાય છે. સંતના દર્શનમાં પણ કેટલો લાભ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં પ્રભુને પ્રશ્ન કર્યો કે –
"बदंणएण भते जीवे किं जणयइ ? वदणएण नीयागोयं कम खवेइ, उच्चागोयं कम्म निबन्धइ।"
સંતને ભાવપૂર્વક વંદન કરવાથી નીચ ગેત્રનાં કર્મ ખપી જાય છે અને જીવ ઉંચ ગોત્રના કર્મને બાંધે છે. એક વંદનમાં આટલે બધે લાભ છે, તે જેઓ સંતની આજ્ઞાને હદયમાં અવધારે તેમને કેટલે લાભ થાય! -
આ બાળક ને હૈયામાં આનંદ સમાતું નથી. જ્યારે માતાના હૈયામાં ચડે પડે છે. અહો અહીંથી ગયા તે જ સાધુ ભેટી ગયા લાગે છે. બેટા ! તમે સાધુને અડ્યા તે નહતા ને? બા! સાધુના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. માતા વિચારે છે કે ભલે સાધુ ભેટી ગયા પણ બાજી હજુ મારા હાથમાં છે ને ! પણ સાચે વૈરાગી છૂપે રહેતું નથી. જેને ઉલ્ટી થવાના ચિન્હો થાય, ઉછાળા આવે ત્યારે માણસ વિચાર કરે કે આજે તે હું મિષ્ટાન્ન જ છું. માટે મારે ઉલટી થવા દેવી નથી. ગમે તેટલું દબાવવા જાય પણ ઉછળેલું ધાન્ય કઈ દિવસ પિટમાં ટકતું નથી. તેમ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું, અંતરમાં વૈરાગ્યને રંગ લાગી ગયે, તે વૈરાગી સંસારમાં રહી શકતું નથી. સાચો વૈરાગી કેઈને રેક રકાત નથી. હવે આ માતા-પિતા બાળકોને શું સમજાવશે, બાળકે માતા-પિતાને કે ઉત્તર આપશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.