________________
૧૩૬
પિતાની અદ્ધિ સિદ્ધિની સાર્થકતા માને છે. વળી તેઓ જુગાર આદિ વ્યસનના સેવનમાં પણ છે, એટલે તે વ્યસનેમાં તેઓ એક પાઈ પણ ખર્ચે તેમ નથી. જે
તેના સેવક હોય તે વ્યસનને વેરી જ હેય ને ! વળી પરસ્ત્રી સામે તેઓ દષ્ટિ પણ કરતા નથી. પરથી પરાહમુખ રહે છે. પણ જ્યારે શત્રુઓ સામનો કરવા આવે છે ત્યારે સન્મુખ બની રહે છે શત્રુની સામે જઈ પ્રજાનું અને રાજ્યનું રક્ષણ કરે છે.
ગુરૂદેવ ! આવા પવિત્ર, સૌમ્ય અને ઉદાર એવા અમારી નગરીના રાજા છે. કેઈ જાત ને નગરીમાં ઉપદ્રવ નથી. પ્રજા પણ સંતપ્રેમી છે. માટે આપ અમારા નગરમાં પધારે. અને ચેડા દિવસ અમારા ગામમાં રહેજો. અમારે હવે આ સંસારને ત્યાગ કરી સાધુ બનવું છે. અમને આ સંસારમાં હવે ગમતું નથી. એટલે અમે ઘેર જઈ અમારા માતા-પિતાની આજ્ઞા મેળવીએ. બેલે નરભેરામભાઈ ! આ બાળકેએ કેટલી વખત સંતેના દર્શન કર્યા! (સભા :- એક જ વખત) અને તમે કેટલી વખત દર્શન કર્યા? તમને દીક્ષા લેવાનો રંગ લાગ્યા નથી, તે ખેર! પણ હવે આત્મશુદ્ધિનું પરમ મંગલકારી પર્વ સંવત્સરી આવે છે. તે હવે આત્મા ઉપર ચૂંટેલા કચરાને સાફ કરવા માટે તપશ્ચર્યાને રંગ લગાડજે. આગે કદમ ઉઠાવે. ભગવાન કહે છે કે જ્યારથી કરવા માંડયું ત્યારથી તેને કર્યું કહેવાય. “કડે માણે કહે તિ” તમે ભાવનાની ઉર્મિ જગાડે. આત્માની શક્તિ અનંત છે. તમે માસખમણની ભાવનાથી તપશ્ચર્યા કરે. તમારી અંતરાય તૂટી હોય તે પાર પડી જશે. પણ તમે જે ભાવનાથી શરૂઆત કરી ત્યારથી તમને લાભ થઈ ચૂક્યો છે. ભગવાને છ માસી તપ કર્યા. ચોમાસું તે ચાર માસનું. હતું, આ તરફ આ બે બાળકે રમવા ગયેલા, બાળકને મુનિનું મિલન થઈ ગયું. ભાવમાં જે બનવાનું છે તેને મિથ્યા કેણ કરી શકે? કાળ-સ્વભાવ-નિયતિ–પુરુષ થે અને પૂર્વ કર્મ આ પાંચ સમવાય ભેગા થાય ત્યાં બધું કામ આપે આપ થઈ જાય છે.
આ બાળકે સમજી ગયા કે આપણને સાધુનો ભેટો ન થઈ જાય માટે આપણા માતા પિતાએ આ કીમી કર્યો હતો. પણ જેણે સંયમ્ના સુખને લહેજત માણે તેમણે પિતાના જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષ જોયું. હવે એને સંસારના ખાડામાં પડવું ગમે ખરું! જેને અમારા સુખને અનુભવ થાય છે તેને બીજાં સુખે ગમતાં નથી. બધી વાત અનુભવથી જ સમજાય છે. - એક વખત હું અમદાવાદમાં હાજા પટેલની પળે ગૌચરી ગયેલી. એક ઘરમાં એક બહેન ધમપછાડા કરે, કૂદાકૂદ કરે. મેં પૂછયું: બહેન! તમે આટલા મોટા થઈને આમ ધમપછાડા કેમ કરે છે! તમને શું થયું છે! તે કહે મને વીંછી કરડે છે, ત્યારે મેં કહ્યું: બહેન! એક નાનક વીંછી કરડ તે, સાડાત્રણ હ થના મોટા શરીરથી સહન નથી કરી શકતાં કે આટલી કૂદાકૂદ કરો છે! તે બાઈ કહે, મહાસતીજી! તમને કઈ વખત વીંછી કરડે છે? મેં કહ્યું ના બહેન, મને કઈ વખત વીછી કરડ પી.