________________
કર્મની વર્ગણ તે બધે ભરેલી છે, પણ તે આત્માને એમ ને એમ ઍટતી નથી. પણ
જ્યારે આત્મામાં રાગ અને દ્વેષ રૂપી ચિકાશ આવે છે, ત્યારેજ કર્મવર્ગણા આત્માને ચૂંટે છે. આજે તલ-મગફળી-એરંડા વિગેરેમાં ચીકાશવાળું તત્વ રહેલું છે, તેથી તેને પીલાવું પડે છે. પણ કાંકરાને કેઈ પીલતું નથી. કારણ કે તેમાં ચીકાશ નથી. અત્યાર સુધી જીવે તપ કર્યા, દાન દીધાં, આ બધું બાહ્યાભાવે જ કર્યું છે, પણ આત્માની લગનીથી કર્યું નથી. એટલે કર્મનું બંધન તૂટતું નથી. જેણે છ મહિનાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી અને કામગ છોડયા, પછી એને ચામડાની રંગબાજીમાં રાચવું કેમ ગમે! જે જે છૂટી ગયું હોય તેની તરફ ફરીને દષ્ટિ ન કરે.
આ બંને બાળકોની દષ્ટિ ખુલી ગઈ છે. તેઓ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા અને મુનિના ચરણમાં પડી ગયા. જેની દષ્ટિ નિર્મળ થાય છે તેની પ્રત્યેક ક્રિયામાં ફરક પડી જાય છે. મિથ્યાત્વીની દષ્ટિ અવળી હોય છે અને સમકિતીની દષ્ટિ સવળી હોય છે, મિથ્યાત્વી સદા પરના જ દેષ જુવે છે અને સમકિતી હમેશાં સ્વદેષ જ જુવે છે. જેની દષ્ટિ સમ્યક હોય તે સર્વત્ર ગુણને જ જુએ છે. આ બાળકની દષ્ટિ સવળી થઈ અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે જ વિચારે છે કે આપણે માત પિતાએ ગમે તે રીતે આપણને સંતેથી ડરાવ્યા અને તેમનાથી દૂર રહેવાનું કહ્યું, પણ આપણે એવું એક પણ દૂષણ આ સંતેમાં જોયું નથી. અવળી દષ્ટિને કારણે ઘણી વખત નજરે જોયેલું પણ ખરું પડે છે, માટે કોઈ પણ વાતની એકસાઈ કર્યા વિના એકદમ તેને ફેંસલો કરવો નહિ.
એક વખત એક ગામમાં પંચમહાવ્રતધારી સંત પધાર્યા. જેના રોમેરોમમાં સંયમની સુવાસ ભરેલી છે. લલાટ ઉપર તપનાં તેજ ઝળકે છે. જેની વાણુમાં અજોડ શક્તિ છે. જ્યારે તેઓ વ્યાખ્યાન આપે છે ત્યારે ચા-પાન-બીડી-જુગાર આદિ વ્યસનના ત્યાગ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. વાણી સાંભળી કંઇક છાએ વ્યસનને ત્યાગ કર્યો. ગામમાં માણસે વાત કરે છે કે અહ! આ સંતની વાણીમાં ભારે જાદુ લાગે છે. તે કંઈક લોકોના વ્યસને છોડાવી દેશે. આ વાત સાંભળી ચાર પાંચ મિત્રને વિચાર થશે કે ચાલે, આપણે પણ એ સંત પાસે જઈએ. અને ચર્ચા કરીએ. આ પાંચ મિત્રોની ટોળી ઉપાશ્રયે આવી. પાંચમાંથી એક મિત્ર આસ્તિક છે. બાકીના ચાર જૈન છે પણ નાસ્તિક છે. આ મિત્રની ટેળી ઉપાશ્રયે આવી. સંત આહાર-પાણી કરીને જરા સૂતા છે, એટલે આ મિત્રો કહે છે. આપણે થોડીવાર બહાર જઈને આવીએ.
આ બધાં બહાર આવ્યાં. પેલા ચાર જણ કહે છે અલ્યા! આપણે ઉપાશ્રયમાં તે ગયા પણ કાંઈ જોયું ? જે આસ્તિક છે. તે કહે છે ભાઈ! મહારાજ સૂઈ ગયા હતાં. બીજું શું જોવાનું હોય ! અરે, આ સાધુઓ તે ધુતારા છે.વાણીમાં શૂરા છે. ભેળા લેકોને માછલાની જેમ જાળમાં ફસાવે છે. અને તેમાંય તારા જેવા ભેળા ભરમાઈ જાય. બધાને