________________
સર્વથા ક્ષય કરવા માટે ક્ષપક શ્રેણી માંડવી પડે છે. ક્ષપકશ્રેણુ અપ્રમત ભાવ આખ્યા વિના મંડાય નહિ. એટલે એ આત્માઓને અપ્રમત ભાવ આવેલ. એ અપ્રમત ભાવમાં રમતાં રમતાં તેમણે ક્ષેપક શ્રેણી માંડેલી. એમાં કષાયને સર્વથા ક્ષય કરીને વીતરાગ બનેલા. અને એ પછી જ તેઓ કેવળજ્ઞાનને પામેલાં. આ બધું જ રાજગાદી ઉપર બેઠા બેઠાં બનેલું ને! લ ત્સવમાં બેઠા બેઠા બનેલું ને ? એ સ્થાન એવું છે કે ત્યાં પાપના ભાવ આવે. એ સ્થાન તે આભાને મહાપ્રમાદી પણ બનાવે, પરંતુ આ આત્માએ ધર્મની આરાધના કરતાં કરતાં અને આત્મશુદ્ધિ સાધતાં સાધતા આવેલાં છે, તેથી જ તેઓ કેવળજ્ઞાન પામી ગયા છે. જે તમારે કેવળજ્ઞાન પામવું હોય તે ધર્મ આરાધના અત્યારથી શરૂ કરીને આત્માને જોરદાર બનાવો. - ભૃગુ પુરેહિતનાં બંને બાળકે સુલભ બધી આત્માઓ છે. આત્મશુદ્ધિ કરતાં કરતાં આવેલ છે. માતા-પિતાએ સાધુને ભય બતાવ્યું છે, છતાં કે ગાનુયોગ બની ગયે! કયાં બાળકને રમવા જવું અને કયાં સંતનું ભૂગુ પુરોહિતના કહેવાથી ગામ બહાર જવું! વગડામાં પણ સંતને ભેટે એ મહાન ભાગ્ય વિના બનતું નથી. પ્રભુ મહાવીરના આત્માને નયસારના ભાવમાં કયાં લાકડાં કાપવા જવું, નયસારે જમતી વખતે ભાવના ભાવી કે સુપાત્રે દાન દઈને જ જમું અને ત્યાં જ તપાસ કરતાં અટવીમાં ભૂલા પડેલાં સંત ભેટી ગયા. સુપાત્રે દાન દઈ નયસાર કૃતાર્થ થયે. સંતને ઉપદેશ સાંભળીને સમક્તિ પામી ગયે. આ બંને બાળકે વૃક્ષ ઉપર બેઠાં બેઠાં આત્મમંથન કરે છે. અહે! કેવા પવિત્ર સંતે છે! જેમનું એક જ વચન આપણું હૃદયને સ્પર્શી જાય તે આપણાં ભવના ફેરા ટળી જાય. આપણે સાધુ વંદણામાં રોજ બેલીએ છીએ કે –
“ એક વચન મારા સદ્દગુરૂ કેરું, જે બેસે દિલમાંય રે પ્રાણી,
નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે જિનરાય રે પ્રાણી.” આ પદ બેલતાં પણ એવાં પવિત્ર ભાવ આવે છે કે એ વીરના વચનમાં કેટલી શક્તિ હશે! કોડ રૂપિયાનો ચેક દઈ દે અને તમે કહે કે મારા નરક ગતિના દરવાજા બંધ કરી દે. તે તે કરવા કેઈ સમર્થ નથી. પણ પંચમહાવ્રતધારી સંત જેના હૃદયમાં સદા વૈરાગ્યની વીણું વાગે છે તેમનું એક જ વચન હૃદયમાં અવધારો તે તમારે માટે નરક ગતિના દરવાજા બંધ થઈ જાય. ત્યાં તમને સર્ટીફિકેટ મળી ગયું. ત્યાં ફ્રોડના ચેકની પણ જરૂર નથી, એ તે પ્રભુની વાણીમાં જ એવી તાકાત છે. . આ સંતે એ બાળકના સામું પણ જોયું નથી. એ તે પિતાની ક્રિયામાં જ પ્રવૃત્ત છે. પણ જેની દષ્ટિ ખીલી છે, જેનું ઉપાદાન શુદ્ધ છે, તેવા આત્માઓ જાગૃત થાય છે. કેઈ ઘણી વખત કહે છે કે તમારામાં તાકાત હોય તે અમને સાધુ બનાવી દે! પણ ભાઈ! કેઈને પરાણે પાટે બેસાડી દેવાતાં નથી. સાધુ તે નિમિત્ત માત્ર છે. ઉપાદાન તે તમારૂં જ જોઈએ. જેમ દિવાસળીના ટેકામાં જે ગંધક રહેલો છે, તેમાં અગ્નિ