________________
ત્યારે બહેન કહે છે, એ તે અનુભવ થાય ત્યારે જ ખબર પડે. તમને કઈ વખતે વીંછી કરડે ત્યારે મને યાદ કરજે (હસાહસ). તે વખતે ચોમાસાને સમય અને અમદાવાદમાં વીંછીને ઉપદ્રવ પણ ઘણે, કુદરતે કરવું અને બરાબર એક મહિને મને જ વીંછી કરડે. પરોઢીયે ચારવાગે રજોહરણ વડે જમીન પુંજીને પથરણું પાથરીને સ્વાધ્યાય કરવા બેઠી. ત્યાં વીંછીએ ચટકે ભર્યો. એકદમ ઝાટકો લાગ્યો. એટલે થયું કે નકકી પેલી બાઈ કહેતી હતી તેવું જ થાય છે. માટે વીંછી કરડે લાગે છે. જોરથી ચસકાઈને દોરી બાંધી દીધી, પણ અંદર વેદના ખૂબ થાય, એટલે પગ તે ઉંચો નીચે થઈ જાય પણ પગને દબાવી દઉં. આત્માને સમજાવું કે રખે ધમપછાડા કરતો. પેલી બાઈ આવશે તે મને એ કહેશે. આમ કરતાં વ્યાખ્યાનો સમય થયે. અમારા પૂ. ગુરૂણી કહે છે, આજે વીંછી કરડે છે, વેદના ખૂબ છે, માટે વ્યાખ્યાન વાંચવું નથી. મેં કહ્યું? જે વ્યાખ્યાનમાં ઉપયોગ જોડાશે તે વેદના ઓછી થશે. આ રકઝક ચાલતી હતી ત્યાં સંઘના શેઠિયા અ વ્યાં. બધાંને ખબર પડી એટલે કહે છે. આજે વ્યાખ્યાન વાંચવું નથી. બોર્ડ ઉપર લખાવી દીધું કે “શારદાબાઈ મહાસતીજીને વીંછી કરડે છે માટે આજે વ્યાખ્યાન બંધ છે.” માણસો વ્યાખ્યાનમાં આવવા લાગ્યાં. સૌ બેડ ઉપર વાંચીને આવે એટલે ખબર પડી ગઈ કે વીંછી કરડે છે. એટલે અમારે તે તમારા કરતાં સગાં નેહી ઘણું. એટલે જેટલા આવે તેટલા પૂછવા લાગ્યા. મહાસતીજી કયાંથી વીંછી કરડે ! તે કહ્યું અહીંથી. કયારે કરશે? તે કહ્યું ચાર વાગ્યે. કેટલે ચઢયો છે? કેવી વેદના થાય છે? જવાબ દઈને થાકી ગયા. વીંછીની વેદના કરતાં જવાબની વેદના વધી ગઈ. આમ કરતાં નવ વાગ્યા ને પેલી બાઈ બેડ પર વાંચીને આવી. એને જરા હર્ષ થયો. લાવ-ઉં તો ખરી. મહાસતીજી મને કહેતા હતાં તે તેમની સમતા કેટલી છે! (હસાહસ) મારી પાસે આવીને કહે છે કેમ મહાસતીજી! કેવી વેદના થાય છે! તમને ખબર પડી ને કે વીંછીની વેદના કેવી હોય છે! મેં કહ્યું. હા બહેન ! જે વેદે તેને જ ખબર પડે છે. અનુભવ થાય ત્યારે જ સમજાય છે. અમારા સુખને અનુભવ કેવી રીતે થાય! તમને વૈરાગ્ય આવે તો ખબર પડે ને ! અંતરમાં વૈરાગ્યની જ્યોત જાગતી જ નથી. સંપૂર્ણપણે સાધુ ન બની શકે તે ખેર, એક બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે તે પણ સંયમના સુખને શેડો અનુભવ થશે.
આ બંને કુમાર સંતને વિનંતી કરે છે ગુરૂદેવ! અમારી વિનંતીને સ્વીકાર કરી અમારા નગરમાં પધારે. અમારે દીક્ષા લેવી છે. આ બાળકોને વૈરાગ્ય અને ભવ્યતા જઈને સંતે કહે છે, “ક સુદં લેવાનુપિયા મા વંધ ” હે દેવાનુપ્રિયો! તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં પ્રમાદ ન કરો. સંતને ઉપદેશ સાંભળી દર્શન કરી બંને બાળકે હવે ઘર તરફ પાછા ફરે છે.
આ તરફ સંત ગૌચરી લઈને ગયા. બાળકને રમવા ગયાં ઘણી વાર થઈ પણ શા. ૧૮