________________
તેઓ વ્યસનત્યાગને ઉપદેશ આપે છે. અને એમને તે બીડીના ભૂંગળા ફેંકવા જોઈએ છીએ. આ મિત્ર કહે છે ભલા! વિચાર તે કરો. જૈન થઈને ગુરૂના ઉપર આ આક્ષેપ મૂકે છે! જેન મુનિ કદી સીગારેટ પીતા જ નથી. જેને અગ્નિને અડવાના જાવજીવન પચ્ચખાણું છે તે બીડી કઈ રીતે પી શકે ! પેલા ચાર જણ કહે છે અરે ! અમે નજરે જોયું છે. એ સાધુ જે પાટ પર સૂતા છે તેની નીચે જ સીગારેટનો ડખે પડે છે. પેલો મિત્ર કહે, ચાલો જઈને ખાત્રી કરી લઈએ. પૂરી ખાત્રી કર્યા વિના વચન બોલવું નહિ. આ મિત્રે પાછા ઉપાશ્રયમાં આવે છે. સંત તે હજુ સૂતા છે. પેલો મિત્ર વાંકે વળી પાટ નીચેથી સીગારેટને ડબ્બો લેવા જાય છે ત્યાં સંત જાગી જાય છે. સંતની નિંદ મૃગલા જેવી હોય છે, પેલે આસ્તિક મિત્ર કહે છે ગુરૂદેવ ! આ ડઓ શેનો છે? તે સંત કહે છે, મારા પગે ખરજવું થયું છે. હું આજે ગૌચરી ગયા હતા, ત્યાં એક ડોકટરે પૂછયું, આ શું થયું છે? એણે આ ખરજવું જોઈ મને પગે ચોપડવા માટે મલમ આપે છે. તે વખતે આ ડઓ ખાલી પડયો હતો એટલે એમાં ડોકટરે મલમ ભરી દીધું છે. સાંજે પાછો આપી દેવાનું છે. તમારે જેવું હોય તો ખેલીને જોઈ લે અને ખાત્રી કરવી હોય તે ફલાણા ડેકટરને ત્યાંથી લાવ્યો છું, તેમને જઈને પૂછી આવે. ડખે ખેલીને જોયું તે અંદર ખરજવાને મલમ જ છે. ત્યાં આ મિત્રોને ખાત્રી થઈ. પણ જે ચોકસાઈ ન કરી હતી તે કેટલો અનર્થ થઈ જાત! ડખે સિગારેટને હતો પણ અંદર વસ્તુ જુતી હતી. માટે બંધુઓ ! કઈ પણ વાતની પૂરી ખાત્રી ન • થાય ત્યાં સુધી જાહેરાત કરવી નહિ. પહેલાં પૂરી ચેકસાઈ કરવી અને પછી જ બલવું.
આ બે બાળકોએ નજરે જોયું તેથી ખાત્રી થઈ ગઈ કે જેવું માતા-પિતાએ કહ્યું હતું તેવું આ નથી. સંતના ચરણમાં પડી ગયા. સંતના ચરણે શીશ ઝુકાવી દીધું. જેણે શિર ઝુકાવ્યું તેને અર્પણ થઈ ગયા કહેવાય. કારણ કે મસ્તક એ હેડ ઓફિસ છે. મસ્તકને ઉત્તમ અંગ કહેવાય છે. જ્યાં મસ્તક ઝૂકાવ્યું ત્યાં તમે આખા અર્પણ થઈ ગયા સમજો. જો તમને આવું કહીશ તે પાછા માથું નમાવતાં પણ અટકી જશે. આ બાળકે વંદન કરીને કહે છે ગુરૂદેવ ! અમારું જીવન આજે ધન્ય બની ગયું. આજે અમે આપના દર્શનથી કૃતાર્થ બન્યા. અમારી આંખે આજે પાવન થઈ. હવે આપ અમારી એક વિનંતી સ્વીકારે. સંતે કહે છે ભાઈ! તમારી શી વિનંતી છે? તે કહે છે ગુરૂદેવ ! આ નજીકમાં જ દેખાય છે તે કર્પટ નામનું નાનું ગામ છે. ત્યાં અમે રહીએ છીએ. અને નજીકમાં જ ઈષકાર નામની ભવ્ય નગરી છે. તે નગરીને રાજા ઈષકાર પરદુઃખભંજન અને ધર્મિષ્ઠ છે.
એમનું શૌર્ય અને પરાક્રમ પ્રજાના રક્ષણમાં જ વપરાય છે. વળી અમારા ઈષકા૨ મહારાજા ચંદ્રના જેવી સૌમ્ય પ્રકૃતિવાળા અને લોકપ્રિય છે. તેમનામાં એક પણ કાંક નથી, વળી અમારી નગરીના રાજા સુપાત્રે દાન દેવામાં ઉદાર છે. સુપાત્રે દાન દઈને