________________
શ્રાવક વાણીનું શ્રવણ કરી અંતરમાં અવધારે કે હું કોણ છું? મારામાં કેટલી શક્તિ રહેલી છે ! શું હું ઘેર ઘેરથી ભીખ માંગેલા ટુકડામાં આનંદ માનનાર છું? કે બત્રીસ પ્રકારના મિષ્ટાન્ન જમનાર છું? હું ચણોઠીના હાર પહેરું તે છું કે હીરાને હાર પહેરું તે છું! આત્માના સ્વરૂપના સુખમાં રમણુતા કરનાર હું તે હીરાને હાર પહેરું તે છું. ચઠીના હારમાં કે ભીખ માંગેલા ટુકડા સમાન ભૌતિક સુખમાં આનંદ માનનાર નથી.
સ્વરૂપની પિછાણ થયા પછી શ્રાવક વાવે શું ? પૂર્વના પુણ્યથી સુખ મળ્યાં છે, તે તેના વડે ગરીબના આંસુ લુછજો. તમારે ધર્મ શું છે? સ્વધર્મી બંધુ ભૂખે મરતો હોય અને તમે જ માણે તે કેમ શેભે? ભૂખે માણસ શું નથી કરત? સંસ્કૃતમાં કહ્યું છે કે “કુમુક્ષિ જિં પતિ પાપ” ”ભૂખે માણસ શું પાપ નથી કરતા તમે તમારા માજશેખમાં, વ્યસનેમાં કાપ મૂકજે, ફેશને અને વ્યસન ઓછાં કરજે પણુ ગરીબને સહાય કરજો.
સહારા ઘો તમે (૨) આ દુખી મનને
નવકારને ગણનારા, સાધમી બાંધને....સહારા ફૂલ પથારી તમે સૂવે ને, ભાઈ તમારે રઝળે છે, મેવા મિષ્ટાન તમારે ત્યાં, એ બાલુડા ટટળે છે,
ઉડી કેમ ના જાયે નિદ્રા તમારી!
મીઠી વાનગી કાં બને ને અકારી! 'સુખમાં ડૂબેલા મનને મનાવે, તમને મળ્યું એને બધાનું બનાવે (૨) વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જેજે થાય ના...
સહારા જો તમે (૨) કઈ પરિગ્રહની મમતા ઘટાડી દાન કરતા હોય તે રેકશે નહિ, પણ તેને મજબૂત બનાવજે. જેને જ્યારે ભાવ આવે ત્યારે દાન આદિ સત્કાર્યો કરવા દેજે. સાશ કાર્યમાં અંતરાય ન પાડશે. કેઈમાણસને ભાવ આવે કે આ વર્ષે આટલું દાન કરવું છે તે કરી લેવા દેજે. એમ ન કહેશો કે આ વર્ષે નહિ આવતા વર્ષે કરો. કારણ કે એના જે ભાવ આ વખતે છે તેવા ભાવ આવતા વર્ષ સુધી રહેશે કે નહિ તે નક્કી નથી. માટે સમજી લેજો કે આ તિજોરીમાં નાણાં ભર્યા છે તે નાણું સ્વધર્મી અને દુઃખીની સેવામાં જે વપરાય તે જ સાચા નાણાં છે તે જ સાથે આવનાર છે. બાકી તે કાંકરા જ છે. આ રીતે પિતાના પૈસાને જે ગરીબની ભૂમિમાં વાવે છે તે જ નાણુની સાર્થકતા છે.