________________
પણ માનવ સત્યનિષ્ઠ રહી શકે છે. જેમ કે પતિવ્રતા અને એને પતિ સુખ આપે કે દુખ આપે પણ તે બધું જ સહન કરવા માટે તૈયાર હોય છે. અને વિધવા થયેલી બાળ વિવાપણાનું દારૂણ દુઃખ સહન કરે છે પણ તે પોતાના સત્યને છોડતી નથી. તેમ સત્ય તત્વને સમજેલો પુરૂષ સત્ય સિવાય કંઈ જ ઈચ્છતું નથી. ગમે તેવાં કષ્ટ પડે, ઉપસર્ગો આવે ત્યારે તે મૃત્યુને ભેટવા તૈયાર થાય છે, પણ પિતાનું સત્ય છોડતે નથી. સત્યનું પાલન કરવામાં બહુ થાય તે મૃત્યુ થાય એથી અધિક કસોટી તે થવાની નથી ને? આજનો માનવી બે-પાંચ રૂપિયાના સામાન્ય લાભ માટે અમૂલ્ય સત્યરૂપી રત્નને વેચી દેવા તૈયાર થઈ જાય છે. પણ ખરેખર, આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું કે “સચ્ચસ્સ આણાએ વિદ્વિએ મહાવી મારે તરતિ” સત્યની આજ્ઞામાં ઉભે રહેનાર માનવી મૃત્યુંજય બની જાય છે. અર્થાત મૃત્યુને જીતી લે છે. આપણાં આચાર્યોએ પણ કહ્યું છે કે “સત્યમ શિવ સુન્દર” જે સત્ય છે તે સુંદર પણ છે અને તે કલ્યાણકારી પણ છે. પણ આજે માણસો શરીરની સુંદરતામાં જ સુખ માની લે છે. પણ જ્યાં સુધી આત્મા સુંદર અને પવિત્ર નહિ બને ત્યાં સુધી બહારની સુંદરતા કામમાં આવવાની નથી. સુંદરતામાં જ સુખ માનનાર માનવી એક તત્વ પાસે આવીને કહે છે બાપુ! સંદરતામાં સુખ છે તે સત્ય અને શીવને માનવાની શી જરૂર ? ત્યારે તત્વજ્ઞ કહે છે ભાઈ! તને એકલી સુંદરતા જ ગમે છે? તે કહે “હા” તત્વને જાણકાર કહે છે–જે તને બધું જ સુંદર ગમે છે તે તને સુંદર ભાષામાં કઈ ગાળો દેશે તે એ તને સુંદર લાગશે? ફૂલને બદલે નાના ફૂલ જેવા બાળકના હાથનાં કાંડા કાપીને આપશે તે તે તને સુંદર લાગશે? ત્યાં પૂછનાર વ્યક્તિ સમજી ગઈ કે એકલી સુંદરતાની કઈ વિશેષતા નથી. કોઈ સ્ત્રી ખૂબ જ સ્વરૂપવાન હય, સુંદર વસ્ત્રાભૂષણથી સજજ થયેલી હોય પણ તેના જીવનમાં કલેશ-કપટ-માયા અને ઈષ ભરી હોય, ચારિત્ર શુદ્ધ ન હોય, તો તેવી સુંદરતા શા કામની ? પણ ખરેખર, જે સત્ય અને શિલથી યુકત સૌંદર્ય હોય તે જ તે સૌંદર્ય શોભી ઉઠે છે.
બંધુઓ! આ ક્ષણિક જીવનને ભરેસે નથી, માટે જીવનને સંયમથી સૌંદર્યયુક્ત બનાવે. તમને એમ થતું હશે કે આજે નહિ કાલે કરીશું. પણ કાલ-કાલ કરતાં તમારે કાળ આવી જશે. અને જયારે કાળ આવશે ત્યારે સગા સ્નેહી અને સ્વજને કોઈ તમને બચાવવા સમર્થ નહિ બને. “જહેહ સીહ વ મિયં ગહાય, મર્ચી નર નેઈ હુ અન્તકાલે ન તરસ માયા વપિયા વ ભાયા, કાલમ્િ તમ્મ સહરા ભવન્તિ ઉ. સૂ. અ. ૧૩ ગા થરાર
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની આ વાત છે. એક ભાઈ ભેગમાં ડૂબે ત્યારે બીજો ભાઈ જેણે દીક્ષા લીધી છે તેવા ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! તું ભેગામાં