________________
૧૨૮
કેટલે શુદ્ધ છે, એમ વિચારની શ્રેણીએ ચઢયાં, ત્યાં તે બંને બાળકને જાતિસ્મરણ
ન ઉત્પન્ન થયું. પૂર્વે જે પર્યાયને અનુભવ કર્યો છે તેનું પ્રત્યક્ષ સ્મરણ થાય છે. અહે! આપણે દેવભવથી પહેલાં આવું જ સાધુપણું અંગીકાર કર્યું હતું. ત્યાંથી આપણે છે જ છે સાથે એક જ વિમાનમાં ઉત્પન્ન થયાં હતાં. બે આત્માઓએ માયા કરી તેઓ સ્ત્રીલિંગે ઉત્પન્ન થય. જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જીવેએ વચમાં અjરીતે ભવ ન કર્યો હોય તો સળંગ ૯૦૦ ભવ જોઈ શકે છે. પણ જે વચમાં અસંજ્ઞીને ભવ કર્યો હોય તો એ ભવ પછીનાં ભવે જોઈ શકે છે. આ બંને ભાઈઓ પોતાના પૂર્વના ભવેનું સ્મરણ થવાથી જેઓ દુખભીરૂ બન્યા હતા તેઓ “હવે આપણે એક ક્ષણ પણ સંસારમાં રહેવું નથી, પૂર્વે સાધના કરતો જે અધુરી રહી છે તે સાધના આપણે જલદી કરી લઈએ એમ વિચારી રહ્યા હતા. - બંધુઓ ! તમને એવું લાગે છે કે અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. આવી અમૂલ્ય ઘડી ફરી ફરીને મળવાની નથી. તમે પણ અમુક સમયે ટાઈમની કિંમત આંકો છે. માની લે કે સાંજે તમારા લગ્ન છે. તે દિવસે બપોરના તમારે મિત્ર તમને કહે-દસ્ત! ચાલ, આજે આપણે પિકચર જોવા જઈએ, સરસ પિકચર છે. પહેલવહેલું ચડયું છે. મેં રીઝવર્ડ ટિકિટ પણ તારા માટે લીધી છે. ત્યારે પેલે મિત્ર શું કહેશે? બેલે તે ખરા. આ તો તમારા અનુભવની વાત છે ને ? (હસાહસ) પેલો મિત્ર કહેશે કે મૂખ! તને ખબર નથી કે આજે ક દિવસ છે? આજે મારા લગ્નને દિવસ છે. મારી પાસે સમય એ છે છે અને કામ ઘણાં પતાવવાના છે. આજે શું સિનેમા જેવાને સમય છે? - જ્ઞાની પુરૂષ કહે છે કે જેને લગ્ન કરવાં છે તે માણસ પણ પિતાને સોનેરી સમય સિનેમા ટોકીઝમાં, બગીચામાં ફરવામાં કે વાતનાં ગપાટા હાંકવામાં ગુમાવતા નથી. છતાં માની લે કે તે ભૂલ કરે તે તેને વધું નુકશાન થવાનું નથી. પણ જેને આત્મસાધના કરવી છે તે માણસ જે આ પ્રમાદ કરે તે તેને અમૂલ્ય સમય ગુમાવે તે ખરેખર એને ધધ કરી રહ્યો છે.
- તમને તે કારની જ લગની છે. કલાકાર મેળવવામાં તમે સમયને ઓળખે છે. જીવનમાં કલાકારની જ કિંમત તમને સમજાઈ છે, પરણવાના દિવસની કિંમત રામજાઈ છે. જેમ પેલા મિત્રને કહી દે છે કે મૂર્ખ ! અત્યારે ફરવાનું હોય તેમ સવારમાં તમે વ્યાખ્યાનમાં આવવા તૈયાર થયાં. તે સમયે કઈ મિત્ર કહે કે મિત્ર! આજે તે મારી સાથે તમારે અત્યારે બગીચામાં ફરવા આવવું જ પડશે. આ સાંભળી એમ કહેશે ખરા કે મૂર્ખ ! ફરવા તે મેડા પણ જવાશે. અત્યારે વીતરાગવાણી સાંભળવાનો સમય છે. હું તારી સાથે અત્યારે નહિ આવી શકું! ત્યાં તે તમે તૈયાર થઈ જાવ, કારણ કે પૈસા કરતાં પ્રભુ તમને વધારે વહાલા લાગ્યા નથી.