________________
૧૨૧
વનસ્પતિના જીવેાનુ છેદન ભેદન કરવું પડે છે. આવી અરેરાટી થાય તે પણ એક ભવ્યતાનું નિશાન છે.
ખંભાત સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી હરખચંદ્રજી મહારાજ થઈ ગયાં. જેમનુ સંસારમાં હુશાનચંદ્ર નામ હતું. જેએ મૂળ પ ંજાબના હતા. પણ મુંબઈમાં પાયધુની પર રહેતા હતા. મુંબઈમાં રહેતા એક દિવસ માછલીના ટોપલા ભરાઈ ને જતાં જોઈ તેમના હૈયામાં અરેરાટી થઈ. હૈયુ. ધ્રુજી ઉઠયું. અહા ! જયાં આટલી હિંસા થાય છેતે ભૂમિમાં કેમ રહેવાય ? હું વેપાર કરૂ છુ તેમાં પણ આવા પાપના પૈસે તે આવતા જ હશે ને ! મારે આ પાપની ભૂમિમાં રહેવુ નથી. અને જો નિર્દોષ જીવન જીવવુ હાય તે દીક્ષાં સિવાય બીજો એક પણ ઉપાય નથી. પેાતે પરણેલાં હતાં પણ સંતાન કાંઈ હતું નહિ. ફક્ત એક પત્ની જ હતી. તેમણે એક થાળી, વાટકા અને એક લેાટા રાખી આખી પેઢી સમેટી લીધી અને માલ વેચી બધા પૈસેા દેશમાં મેાકલી દીધા અને કહેવડાવી દીધું કે તમારી આજીવિકા જેટલું બધું સાધન મેં તમને મેકલાવી દીધું છે. હવે હું આ પાપમય સંસારમાં રહી શકું તેમ નથી. હું હવે આત્મ-સાધના કરવા માટે જઈ રહ્યો છું.
:
આ હુશાનચંદ મુંબઈ છેાડી ગુરૂની શેાધમાં નીકળી ગયાં. ફરતાં ફરતાં તેએ અમદાવાદમાં આવ્યા. સારંગપુર દરવાજાની મહાર આવ્યા ત્યાં સવારમાં જૈન મુનિ લે જતાં સામા મળ્યા. તેમને જોતાં હુશાનચંદજીનું હૈયું હરખાઈ ગયુ.. વંદન કરીને પૂછે છે, ગુરૂદેવ ! આપ કયાં ખીરાજો છે ? તે કહે છે, પચમુખી હનુમાન પાસે સારંગપુર ઢાલતખાનાનાં ઉપાશ્રયે, પૂ. ગુરૂદેવ માણેકચંદજી મહારાજ સાહેબની સાથે છીએ. આપ હમણાં અહિં ઉભા રહેા. અમે પાછા વળતાં આપને લઈ જઈશુ. આ સતાની સાથે પૂ. ગુરૂદેવ માણેકચંદજી મ. પાસે આવે છે. અને ગુરૂના ચરણમાં મસ્તક મૂકીને કહે છે ગુરૂદેવ! મને પંચ મહાવ્રતની ભિક્ષા આપો. મને આ પાપમય ક્ષણભંગુર સંસારમાં રહેવું ગમતું નથી. કોઈ રેાટલાની ભીખ માંગે, કઈ વસ્રની ભીખ માગે પણ હું તેા પંચમહાંવ્રતની શીખ માંગુ છું. એને તીવ્ર વૈરાગ્ય, ગભીરતા અને લાયકાત જોઈ ગુરૂદેવ કહે છે ભાઈ! હમણાં ચેાડા દિવસ અહિં રહેા, પછી જોઈશું. ગુરૂ પાસે રહીને હુશાનચંદે પ્રતિક્રમ શીખવાની શરુઆત કરી અને પ્રતિજ્ઞા લીધી કે પ્રતિક્રમણ પૂરૂ ન થાય ત્યાં સુધી મારે લાંખા થઇને સૂવું નહિ. આઠ દિવસમાં એમણે પ્રતિક્રમણ પૂરૂં કરી નાંખ્યું. ગુરૂદેવને કહે છે : ગુરૂદેવ! મારી એક એક ક્ષણ લાખેણી જાય છે, મને જલ્દી દીક્ષા આપેા. આ જીવને દીક્ષા લેવાની તીવ્ર ભાવના છે.
ખીજી તરફ અમદાવાદના માણસે શુ ખેલે છે? આ શું દર્દીક્ષા લેવાના છે? દીક્ષા લેશે તે પણ ભાગી જશે, માટે મહારાજ ! આને રવાના કરી દે, લેાકેાને
૧૬ શા.