________________
૧૨૫
દેવાનુપ્રિયે ! ત્યાં તમારું હૃદય કંપવું જોઈએ. રખે, કઈ કીડી મારા પગ નીચે આવી ન જાય. તેમ ઉપગપૂર્વક ચાલજે. અને જે બીજે રસ્તે હોય તે જ્યાં જીવ જંતુ હેય તે રસ્તે છોડી દેશે અને લાંબે પણ નિર્વઘ રસ્તે પાસ કરજો. પણ ટૂંકે સાવ રસ્ત છોડી દેજે તે હું સમજું કે તમે પાપભીરૂ છે. દુખીરૂ તે કીડી-મંકડાકૃમી અળસિયા બધા છે.જ્યારે તમે તે પાંચ ફૂટ ને પાંચ ઈંચના માનવ છે અને તમે દુખભીરૂ બનો એમાં કાંઈ તમારી વિશેષતા નથી પણ પાપભીરુતા એ જ તમારા જીવનની સાચી વિશેષતા છે. - ગરમી થાય એટલે તમને તરત સ્નાન યાદ આવે છે. ભૂખ લાગે કે જમવાનું યાદ આવે. આ બધું તમને યાદ આવે છે પણ જન્મ જરા ને મરણના ફેરા મટાડું એ તમને કેમ યાદ નથી આવતું ! પૈસા કમાવા છે એમ તમારું મન કહે છે પણ ભેગું મન એમ કહે છે ખરું કે મારે પાપ કરીને નથી કમાવવા? જ્યાં અજ્ઞાનીને સ્ટેજ દર્દ થાય છે કે તરત જ તેમને હાયય થાય છે. કેડલીવર ઓઈલ પી જાય છે. આવું કરનાર દુખભીરૂ છે પણ પાપભીરૂ નથી. દેવાનુપ્રિયો ! જ્યારે તમે પાપભીરૂ બનશે ત્યારે તમે જરૂર પાપ કરતાં અટકશે. જ્યારે તમે પાપથી ગભરાશે ત્યારે તેમને એમ થશે કે ગરીબ માણસ મારે ત્યાં માલ લેવા આવે અને હું તેને ગેરલાભ ઉઠાવું એ હવે મારાથી બને જ કેમ? જે આત્મા આ પાપભીરૂ છે તે જ સાચો માનવ છે. પણ જે પાપભીરૂ નથી તે ખરેખર જૈન તરીકે યોગ્ય નથી અને માનવ તરીકે લાયક પણ નથી. - જ્યારે માનવમાં પાપભીરુતા પ્રગટે છે ત્યારે આત્મામાં કેટલું પરિવર્તન થાય છે! તેના ઉપર બનેલી એક કહાણી છે. આ કહાણું ગુજરાતમાં બનેલી છે. એક માતાના બે પુત્રો હતા. તેમાં જે માટે છોકરે છે, તેને એક શ્રીમંત શેઠ સાથે ખૂબ જ ભાઈબંધી હતી. બંને જીગર જાન મિત્રોને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. હવે જે આ માતાને બીજે પુત્ર છે, તે વૈદ છે અને ખૂબ હોંશિયાર છે. પણ કર્મની કહાણું કંઈ ઓર છે. તેને ત્યાં ઘરાકી જામતી નથી. તેથી ઘર ખર્ચને પહોંચી નહી શકવાથી તેણે પિતાના મિત્ર એવા શેઠ પાસેથી નાણાં વ્યાજે લીધેલા પણ એ દિવસ જ આવ્યો નહિ કે તે ભરપાઈ કરી શકે, પરિણામ એ આવ્યું કે નાણાંના મહે શેઠની દષ્ટિ બદલાવી. અને પ્રેમને તાર તેડી નંખાજો. તથા વેરની વણઝાર ઉભી કરી. એટલે કે શેઠે પિતાના માંગતા નાણાં માટે કેર્ટમાં દા કર્યો. હવે જે દિવસે સુનાવણું છે તે દિવસે જેને ખૂબ જ આઘાત લાગે છે તે ચૌદ કેર્ટમાં જવાની ના પાડે છે.
તેના મનમાં એ આઘાત છે કે અહે ભગવાન, હજુ આજથી બે વર્ષ પહેલાં જ્યારે શેઠ માંદા પડયા ત્યારે મેં રાત-દિવસ જોયા વિના તેની પાછળ મારાથી બનતા બધા ઉપાયે કર્યા. અને ત્રણ મહિના સુધી મેં કિંમતી દવાઓ મફત ખવડાવી તેને મૃત્યુના મુખમાંથી બચાવ્યું. તેને બદલે તેણે આજ આપે ! બસ, આ જ સંસાર