________________
તે ભારતને ઘઉં પૂરા પડે એવું ન હતું. અત્યારે તે પ્રજા અનાજ માટે પિકાર કરતી હેય પણ વચમાં રહેલા નેતાઓ પ્રજાને અવાજ સરકારના કાન સુધી પહોંચવા દેતા નથી. પુદગલના લેચા ભેગા કરવામાં જ તે પડ્યા છે, પછી પ્રજાને સંસ્કાર ક્યાંથી મળે? - બ્રિટીશ સરકાર ગુજરાતમાં આવી તેણે ચાને પ્રચાર કર્યો. અને નાના બાળકની
પડીઓમાં પણ પહેલું વાક્ય આવે “બા મને ચા પા” એટલે ચા પીવાના જ સંસ્કાર મળેને? જે પુસ્તકે સ્કુલમાં ચાલી રહ્યા છે તેમાં લખે છે કે મછિ ખાવાથી આ જાતનું વિટામીન મળે છે. ઈંડા ખાવાથી આ જાતનું વિટામીન મળે છે. માંસ ખાવાથી શરીરને પુષ્ટિ મળે છે. વિચાર કરે કે આ સરકાર ભાવિ પ્રજાના સંસ્કાર સુધારી રહી છે કે બગાડી રહી છે? બાળકે સ્કુલમાં ભણે એટલે એના બાલમાનસ ઉપર એ જાતના સંસ્કાર અંકિત થઈ જાય છે. આ સરકાર તે જે મછિ-ઉદ્યોગ કરે તેને પૈસા આપવા તૈયાર થાય છે! માટે બંધુઓ ! હવે ચુંટણી આવે તે વખતે વોટ આપતાં વિચાર કરજે. જેને તમે વેટ આપી સત્તાની ખુરશી ઉપર બેસાડે છે તે "જે એકાંત પાપનાં જ ખાતાં ખોલતે હેય તે જૈનેને કલંક રૂપ છે. * " ભગવંત કહે છે, કે મારે એક એક શ્રાવક પાપભીરૂ હોવા જોઈએ. આજે દુનિયામાં બે પ્રકારના ભીરૂ છે. એક પાપ ભીરૂ અને બીજે દુઃખભરૂ. બંધુઓ ! માનવ જીવન પામ્યા પછી જે પાપ જ કર્યા કરતા હે તે તે કેટલા અફસની વાત છે! જ્ઞાનીએએ કહ્યું છે કે આ ધરતી ઉપર ચાલનારા બે પગવાળા પ્રાણી તે મનુષ્ય છે. બુદ્ધિમાન છે. જેને પુણ્ય અને પાપનું ભાન છે, અગર જેને ભાન થયું છે તે આત્મા શું સેનાના થાળમાં ગંધ મારતો દારૂ રેડે ખરે? બોલે, તમે જ્યારે ઉપાશ્રયમાં આવે છે ત્યારે ત્રણ વાર નિસ્ટિહિ બેલો છે. આનું શું કારણ છે, એ તમને સમજાય છે? અહીં તમે આત્મા સાથે કરાર કરે છે કે મારા આત્મા રૂપી સેનાના થાળમાં જૂઠ–પ્રપંચ નિંદા-કુથલી, કેઈની સામે આંખથી ઈશારા કરવા આ બધા જ દુર્ણ દારૂથી પણ વધારે દુર્ગધ વાળા છે, તે હવે મારા જીવનમાં કદી ભરાય જ નહિ. જ્યારે તમને ખ્યાલ આવશે ત્યારે જ તમે આત્મદર્શન કરી શકશે. : હું તમને એક વાત પૂછું છું કે તમે બધા શેનાથી ડરે છે? પાપથી ડરો છે? તમે એક માર્ગથી જઈ રહ્યા છે. હવે તે માર્ગમાં એક બાજુ કંટક વેરાયેલા છે. બીજી બાજુ કીડીઓ ઉભરાણી છે. તે હવે તમે શેનાથી સાવધાન રહેશે? કંટકથી કે કીડીઓથી? તમે કાયમ નીચું જોઈને ચાલે છે ને? બેલે તમે પાપભીરુ છે કે દુખ ભરૂ? મારા રાજકેટના શ્રાવકો ! તમે દુઃખભીરૂ ન બને, પણ પાપભીરૂ બને. - જ્યાં કાંટા વેરાયેલા છે ત્યાં તમે બૂટ ન પહેર્યા હોય તે ભલે એ વખતે પહેરી * લે, પણ જ્યાં કીડીએ ઉભરાણું છે ત્યાં તમે બૂટ પહેર્યા હોય તે પણ ઉતારી
નાખજે. ઊંચું જોઈને ચાલતા હે તે નીચું જોઈને ચાલજો.