________________
૧૨
જમવા જાય તે પણ પિતાની થાળી લઈને જાય કેઈ ખાવાનું આપે છે, કઈ માને આ છે તે કઈ અપમાન કરે છે, જે દઢ વૈરાગી છે એને માન-અપમાનની પણ પડી નથી. - ટૂંકમાં માગશર મંહિનામાં અમદાવાદમાં એક બહેનની દીક્ષા નકકી થઈ. એટલે આ સંતાભાઈ કહે છે ગુરૂદેવ ! આ બહેનની સાથે મને પણ દીક્ષા આપી દે. ગુરૂદેવ કહે, લકે કહે છે આ તે ભાગી જશે. જો હું કદાચ ભાગી જઈશ તે આપનો એક ચલેટે ને પછેડી લઈ જઈશ, બીજું શું લઈ જવાને છું? આપને તે ઘણાં ભાવિક શ્રાવકે વહરાવશે. પણ મને જલ્દી પંચ મહાવ્રતની ભિક્ષા આપ. આ ગુરૂ પાસે કરગરે છે. તે સમયે સારંગપુર સંઘના એક ભાવિક શેઠાણી આવ્યા. આ હુશાનચંદની ભાવના જોઈ કહે છેઃ ગુરૂદેવ ! હુશાનની દીક્ષા કયારે છે? ગુરૂદેવ કહે છે કે આ બહેનની સાથે જ, મંડપમાં હશાનને પણ “કરેમિ ભંતેમને પાઠ ભણાવવાનું છે, તે બહેન કહે છે કે તેમને વરઘોડો ચઢાવવાને છે ને? ગુરૂદેવ કહે છે, એને વરઘોડાની કંઈ જ જરૂર નથી. પિલી બહેન દીક્ષા લેવાની છે, તેને વરઘેડે ચઢે છે, ત્યારે આ શેઠાણી હુશાનચંદ્રને પિતાને ઘેર લઈ જાય છે. જલદી જલ્દી કંસાર બનાવી જમાડે છે. અને ગુજરાતી પિશાક પહેરવા આપે છે. પણ આ પંજાબી છે, તેમને ગુજરાતી ધેતિયું પહેરતાં આવતું નથી. જેમ તેમ કપડાં પહેર્યા. ગુજરાતી પિશાક તેમને શોભર્ત પણ નથી. પણ જે સાથે બૈરાગી છે, તેને કપડાં શોભે કે ન શોભે તેની પરવા દેતી નથી. શેઠાણી સમજે છે કે, આ આત્માની અમદાવાદની જનતાને કિંમત નથી, બાકી આ આત્મા સાચું કહીનુર છે. છૂપું રત્ન છે. આ શેઠાણી ખૂબ હોંશથી સેનાને નવસેરે હાર કાઢી, હુશાનચંદ્રના ગળામાં પહેરાવે છે. આ કહે છે-બહેન ! મારે તે એને છોડવું છે, અને એ ભાર રૂપ લાગે છે. આ હાર લઈને કદાચ હું ભાગી જઈશ, તે તમારે પસ્તાવાનું થશે. બહેન કહે છે ભાઈ, તમે ભાગી જાવ તેવા નથી. - સુશાલભાઈને શણગારી ગાડીમાં બેસાડી દીક્ષાના મંડપમાં લાવે છે. અને ગુરૂ તેને
રેમિ ભંતેને પાઠ ભણાવે છે. દીક્ષા આપ્યા પછી તેમનું નામ પૂજ્ય હરખચંદ્રજી મહારાજ શાખામાં આવે છે. દીક્ષા લીધા પછી તેમણે જાવજીવ છઠ કરવાના પચ્ચખાણ કરેલ. એમજ જ્ઞાનને સૂર્ય તે એટલે પ્રકાશિતે હતું કે દીક્ષા લીધા પછી છ મહિનામાં પૂ.
ખથજી મહારાજ સાહેબે પહેલી જ વખત વ્યાખ્યાન ફરમાવ્યું. તેમના ઉપદેશની પ્રથમ ધારાથી જ એક વકીલ અને તેમનાં પત્ની વૈરાગ્ય પામ્યાં અને પ્રતિજ્ઞા કરી કે અમારે બે વર્ષમાં દીક્ષા લેવી. તેમણે સમાજ ઉપર સુંદર છાપ પાડી. જેમને લેકે કાંકરા જેવા ગણતા હતા તે સાચા કેહીનુર બની ગયા. લેકે પણ ચકિત થઈ ગયા, જેમણે દીક્ષા લીધા પછી ખંભાત સંપ્રદાયમાં વીસ તે સાધુ બનાવ્યા, ખંભાત સંપ્રદાય ઉપર અને સમાજ ઉપર તેમને અનહદ ઉપકાર છે.