________________
૧૧૬ ..
દેવાનુપ્રિયા ! આ વિષમ કાળમાં આત્મ કલ્યાણુ સહજ રીતે થઈ શકે છે. અગાઉ માસખમણુના પારણે માસખમણુ કરે અને જે ફળ મળતુ હતું તે આજે એક ઉપવાસમાં માસખમણ જેટલુ ફળ મળે છે. તમારી શારીરિક શક્તિ સારી ન હોય અને તપ કરવા સમ ન હેા તા સુપાત્રે દાન દેજે. પાસે પૈસા હાય તા અનાથના આંસુ લુછજો. પૈસા ન હેાય અને સશકત શરીર મળ્યુ. હાય તેા શરીર દ્વારા સેવા કરજો. જો સેવા પશુ ન કરી શકે તે એટલું તેા જરૂર કરો કે મારે આ જીભથી મધુર વચન એલવુ, કોઈને દુઃખ થાય તેવું કટુ વચન ખેલવુ નહિ.
આ જીભ મળી છે કામળ, મીઠું મધુરું ખાલવા, કડવા મેલીને કેાઈના (૨) દિલડા દુભાવશે મા. માંઘેરૂં. આ માનવ જીવન હારી જાશેા મા....
આ જીભના ઉપયાગ કરતાં ન આવડે તેા મહા અનથ થઈ જાય છે. આ જીભ કહે છે કે હું જેમ કામળ છું તેમ તમે મૃદુ વાણી એલે. જો વગર વિચાર્યે મન ફાવે તેમ ખેલવામાં આવે તે અઢી ઇંચની જીભ કેવા દાટ વાળે છે. આ માટે હું ભુદેવનુ એક નાનું દૃષ્ટાંત આપું છું. કેઈની પાસેથી કામ કઢાવવુ હાય તા વાણીમાં મિઠાશ હાવી જોઈએ. જો વાણીમાં મિઠાસ નહિ હાય તા બધી માજી બગડી જાય છે.
એક ગરીબ બ્રાહ્મણુ ભિક્ષાર્થે નીકળ્યા છે. તે ફરતા ફરતા એક પટેલના ઘરે આન્યા. આ ગરીબ બ્રાહ્મણને જોઈ પટલાણીને ખૂબ દયા આવી એટલે પ્રેમથી એટલે બેસાડચો અને ઘરમાંથી ખીચડી લાવીને કહ્યું, ભૂદેવ ! આપ અહુ જ ભૂખ્યા લાગા છે. તે। આ ખીચડી ને શાક આપું છું. આપ આપના હાથે જ અહીં' બનાવીને જમે. આપને દૂધ પણ આપીશ. એટલે ભુદેવજીએ તે પટલાણીના આંગણામાં ઈટા મૂકીને ચુલે। મનાવ્યે અને ખીચડી ચઢવા મૂકી. ચૂલે ખીચડી ચઢે છે. ભુદેવજીની નજર પટલાણીના શરીર પર પડી અને ભ્રુદેવનું મુખ જરા મલકાઇ ગયુ. પટલાણીની ષ્ટિ પણ તે જ વખતે ભુદેવ તરફ ગઈ એટલે પટલાણી કહે છે દેવ ! આપ હસ્યા કેમ ? ભુદેવ કહે છે કંઈ નહિ. પટલાણીએ ખૂબ પૂછ્યું ત્યારે ભુદેવ શું કહે છે?
તમે પટેલનું ખાઈ ખાઈ ને આ શરીર કેવુ' પાડા જેવુ' મનાવ્યુ' છે! કંઈ કામકાજ કરે છે કે નહિ ? હવે જેણે ખાવા ખીચડી આપી તેને એમ કહે કે ખાઈ ખાઈ ને પાડા જેવી થઈ છું, તા પટલાણી એક ઘડી ઉભા રહેવા દે ખરી ? પટલાણીના મિજાજ ગયા. હાથમાં લાકડી લઈને કહે છે ભામટા ! અહિંથી નીકળ. પટલાણીનું રૌદ્રસ્વરૂપ જોઈને ભુદેવ ક પી ગયા અને કરગરીને કહેવા લાગ્યા-બહેન, હવે ખીચડી ચડવાને ઘેાડી વાર છે. જમીને ચાલ્યું. જઈશ....ના, હવે તું મારે આંગણે એક સેકન્ડ પણ ન જોઈએ. બ્રાહ્મણુ ખૂબ કરગર્યો ત્યારે પટલાણીએ પેલી અધચઢેલી ખીચડી તેની ઝેળીમાં નાંખીને વિદાય કર્યાં. ખીચડી હજી ચઢી ન હતી એટલે ઝેળીમાંથી પાણી નીતરતું હતું. ભૂદેવ ચાલ્યા