________________
૧૧૫
છે. બીજા લોકોને પિતાની વાહવાહ માટે દાન દે છે, પણ ભાઈની ખબર લેતું નથી. આ જગ્યાએ સાથે હોય તે પહેલી ખબર લેવા જાય. ઘણાં વર્ષે બહેન સાસરેથી આવે અને કહે કે ભાઈ! મારે ફરવા જવું છે. તારા ભાણીયાને અમુક વસ્તુ જોઈએ છે. ત્યારે ભાઈ કહે કે બહેન ! બધું સાચું પણ મારે શેઠ એ માથાને ફરે છે કે મને એક દિવસની રજા પણ મળે તેમ નથી. બહેન, ગાડીમાં બેસે અને સાળી ઉતરે તે તેને માટે રજા મળે અને નિત્ય નવા ગ્રિામે ગેહવાય.
સાળી આવે લાડ કરે ને બહેની રડતી જાય” માટે આ બીજા કુંડનું સ્થાન ભાઈ બહેનનું છે. અને ત્રીજા કુંડનું સ્થાન સાળાનું છે. જેમાં ત્રીજા કુંડમાં પાણી આવે છે અને બીજે કે રહી જાય છે, તેમ બંધુઓ! આ યુગના માનવીઓ સાળાસાળીને પોષે છે, પણ પિતાના માડીજાયા ભાઈ બેનને જાકાર કરે છે. બહેની રડતી જાય છે, સાળી શેલા પહેરીને જાય છે.
હવે છેલલે નકુળને વારે આવે. કૃષ્ણજી પૂછે છે, બેલે નકુળજી! આજે તમે શું જોયું? નકળજી તે સૌથી નાના હતા. તે કહે છે પ્રભુજી ! હું તે વરણાગી કહેવાઉં હું તે જંગલમાં ધૂમતે ઘૂમતે એક વિશાળ પહાડ પાસે પહોંચી ગયે. એ પહાડ તે ઘણે ઉંચે હતે. એના શિખરે તે ગગનમાં ગાજતા હતા. એવામાં એકદમ પ્રલયને પવન ફૂંકાવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી અને પર્વતના શિખરે ગગનભેદી અવાજે સાથે તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા. ઉપરથી મોટી મોટી શિલાઓ પડવાથી મોટાં મોટાં વૃક્ષે નાની સળીઓની જેમ ભાંગીને ભુક્કો થઈ જવા લાગ્યાં. ઉપર હજાર મણુની શીલા પડે ત્યાં વૃક્ષે ટકે પણ કઈ રીતે? એ તો ઠીક પણ આશ્ચર્યની વાત તે એ છે કે પ્રભુ! ઉપરથી એક મોટી શીલા ગબડતી આવી અને એક તરણાને આધારે વચમાં અટકી ગઈ, એનું શું કારણ?
કુષ્ણુજી કહે છે નકુળ! આ તે ખૂબ સમજવા જેવી વાત છે. જેમ પહાડનાં ઉંચા ઉંચા શિખરે તુટી પડયા તેમ કલિયુગમાં ધર્મ પિતાના ઉચ્ચ સ્થાનેથી ગબડી પડશે. અને જ્ઞાન, ધ્યાન, તપ રૂપી મેટાં વૃક્ષે જડમૂળથી ઉખડી જશે. ધર્મરૂપી મોટી શીલા પ્રભુના નામ-મરણરૂપી તરણને આધારે ટકી રહેશે, એમ દેખાવમાં લાગશે નાનું, પણ એમાં અમેઘશકિત સમાયેલી છે. પ્રભુનું નામ વૃદ્ધ, યુવાન, અધિકારી, અધિકારી, સર્વે લઈ શકે છે. પ્રભુનું નામ સ્મરણ અમૃત સમાન છે. જેમ કેઈ માણસને રોગ મટે કે ન મટે એ શંકાસ્પદ છે, પણ જે પ્રભુના નામ સ્મરણરૂપી અમૃતનું પાન કરે છે એને એક પણ રોગ રહેતું નથી. આ દુનિયામાં દરેક જીવને મોટામાં મોટો રોગ હોય તે તે ભવરોગ લાગુ પડે છે. તેને કોઈ અકસીર ઈલાજ હેય તે તે જિનેશ્વર ભગવંતે એ પ્રરૂપલે ધર્મ છે.