________________
૧૧૪
દૂર નીકળી ગયે. ત્યાં એક વૃક્ષ ઉપર અસંખ્ય કાગડાઓ “કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલી રહ્યા હતા, આ જોઈને મને તે થયું. અહે! આ કાગના મુખમાં કૃષ્ણનું નામ! હું તે કાગડાઓનું કૃષ્ણ નામનું કીર્તન સાંભળવા ઝાડ નીચે શાંતિથી બેસી ગયે. ત્યાં તે ઘણા કાગડાએ મને ચારે તરફથી વીંટળાઈ વળ્યાં અને મને ચાંચ મારવા લાગ્યા. એ તે સારું થયું કે મારી પાસે ગાંડીવ ધનુષ્ય હતું તેથી મેં બધાને હઠાવ્યા, નહિ તે બધા કાગડાએ આજે મને ફેલી ખાત. પ્રભુ! મેં તે આજે
મુખમેં રામ ઔર બગલમેં છુરી જે ઘાટ જે.” કૃષ્ણ કહે છે અન! આ કળિયુગમાં આવા માનવીએ થશે. ઉપરથી ધમી બનવાને ઢળ કરશે પણ અંતરમાં તે દુષ્ટતાનો પાર નહિ હોય. વધારે ભલે ભેળે ભેટી જાય અને એનું કાટલું કાઢી નાખે. કપાળે તે ભેંસ ભડકે તેવું તિલક કર્યું હોય, મુખેથી પ્રભુનું મરણ કરતા હોય પણ ધંધે તે ગરીબને છેતરવાને જ કરતે હેય. એક ભકતે ગાયું છે કે
કાળાં નાણુથી તારા મંદિર બંધાવ્યા, ભકતને ભેજન દીધાં ને વરઘોડા ચઢાવ્યા, આવા દઉં છું દાન, તે યે દુનિયા મારે છે....તું કયાં... તું તે જાણે છે કે રેજ દર્શન કરવા આવું છું, માળા ગણું છું ને તિલક લગાવું છું, તે યે તે શેતાન” કહીને દુનિયા મારે છે,
તું કયાં છે ભગવાન ! મને દુનિયા મારે છે. જે ને દુનિયા મારે છે. ભક્ત કહે છે-કાળા બજાર કરી તે નાણાંમાંથી તારા મંદિર બંધાવ્યા, ભકતને જમાડયા, દાન દીધાં, રેજ તારા દર્શન કરવા આવું છું અને કપાળમાં મોટું તિલક કરૂં છું અને તારા નામની માળા ગણું છું. આટલું કરવા છતાં દુનિયા મને “શેતાન” કહીને ફિટકાર આપે છે. બંધુઓ! કાળાં કર્મો કરીને ‘શાહબનાતું નથી, માટે તમારા અંતરની આરસી સ્વચ્છ રાખજે. બહારથી શ્રાવક બની અંદરથી શેતાન ન બનશે. ગરીબનાં ખિસ્સા ખાલી કરાવશે નહિ.
હવે કૃષ્ણ સહદેવને પૂછે છે: સહદેવજી! આજે તમે શું જોયું તે કહે. પ્રભુ, મેં તે જંગલમાં ત્રણ કુંડ જોયા. એ ત્રણે કુંડ પાસે પાસે લાઈનસર હતાં. એક કુંડનું પાણી બીજા કુંડમાં થઈને ત્રીજા કુંડમાં જવું જોઈએ, તેના બદલે મેં તે એવું જોયું કે પહેલા કુંડનું પાણી ત્રીજા કુંડમાં જતું હતું પણ વચલે કુંડ તે કરે જ હતે. આનું કારણ? સહદેવ! આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આ બધાંજ કળિયુગનાં કારસ્તાન છે. આ કળિયુગમાં ભાઈ ભૂખે મરશે અને સાથે પિષાશે. અમદાવાદમાં બે ભાઈ હતા, તેમાં એક ભાઈ લાખે પતિ અને બીજો ભાઈ ગરીબ. નાનાભાઈને પાપકર્મના ઉદયે ટી.બી. ને રોગ થયે. ખાવાના સાંસા પડ્યા છે, જ્યારે માટે ભાઈ મેજ ઉડાવે