________________
૧૧૩ આપી આવ્યું એટલે એનું કામ થઈ જશે અને મારે કેસ હાથમાંથી જશે. માટે લાવ, હું પણ જાઉં, એમ વિચારીને પ્રતિવાદી પણ ગયે અને ન્યાયાધીશની સાથે વાત ચિતે કરીને કહે છે, બાબાભાઈ નથી ? સાહેબ કહે છે તમારે બાબાનું શું કામ છે ? એ તે રમતો હશે. સાહેબ, મારે બાબાભાઈને રમાડવા છે. ગરજ તણખલા કરતાં પણ હલકી છે. આ માણસ હતો મોટી ઉંમરને પણ પાંચ વર્ષના બાબાને પણ ગરજે બાબાભાઈ કહે છે. બાબાને બાથમાં લઈને રૂ. ૫૦૦) ની થેકડી હાથમાં આપી દીધી. આ ન્યાયાધીશ કહે છે ભાઈ ! આ શું કરે છે? સાહેબ, આપને ત્યાં સાત સાત બેબી ઉપર બાબે છે. મને ખૂબ વહાલે છે, એટલે આપું છું. આપને નથી આપતા, એમ કહીને ચાલ્યા ગયે.
હવે ન્યાયાધીશે જે તરફ પલ્લું નમ્યું તે તરફને ન્યાય કર્યો. બંધુઓ ! તમે કાળાં કર્મો કરી વકીલ અને જજના ખીસ્સા ભરી કેસ ફેવરમાં લઈ લેશે પણ કર્મરાજાના કાયદા આગળ આવા કપટ કામ નહિ આવે. પેલા ગરીબ માણસને થયું, અરે રે, સાહેબને પચ્ચીસ રૂપિયાની પાઘડી બંધાવી તે પણ મારા સામું ન જોયું. તે ન્યાયાધીશ પાસે જઈને કહે છે સાહેબ ! જરા મારી પાઘડી સામું તે જેવું હતું! ન્યાયાધીશ કહે છે ભાઈ! શું કરું! તમે તે પાઘડી પહેરાવી ગયા હતા પણ એ પાઘડી ભેંસ ચાલી ગઈ. (હસાહસ).
બંધુઓ ! આ ન્યાયાધીશ બંને બાજુથી ખાનારે હતે. પેલે ગરીબ બિચારો બેલતેજ બંધ થઈ ગયે. તમે પણ વિચાર કરજે. અઠાઈ, સોળભણ્યું કે મા ખમણ કરતા હો, ઉપાશ્રયના ફાળામાં હજાર રૂપિયા આપી દેતા હો, પણ આ ન્યાયાધીશની જેમ બંને બાજુથી ખાતા નથી ને? ધળા હાથી જેવા તે નથી ને? એ ન્યાયાધીશ જેવા બનશે તે તમારે ત્રણે કાળમાં ઉદ્ધાર નહિ થાય. માટે તમારું હૃદય પવિત્ર બનાવજે.
હવે કૃષ્ણ ભીમને પૂછે છેઃ બેલે ભીમસેન ! આપે આજે શું જોયું? ભીમ કહે છે પ્રભુ,! કંઈ કહેવા જેવી વાત નથી. પણ કહો તે ખરા !ત્યારે ભીમ કહે છે, પ્રભુ! વાછરડી ગાયને દૂધપાન કરે એવું મેં અત્યાર સુધી જોયું છે, પણ આજે તે ગાય વાછરડીને દૂધપાન કરતી હતી એવું મેં જોયું. પ્રભુ, આમ કેમ? કૃષ્ણ કહે છે ભાઈ! આ કળિયુગને પ્રભાવ છે. જે માતાપિતાએ પુત્રોને ઉછેરીને મોટાં કરે છે તે જ છોકરાઓ પરણે છે, ઘરમાં વહુ આવે છે, કમાત થઈ જાય છે ત્યારે માતાપિતાને ધર્મકાર્યમાં કે વાપરવા માટે પૈસા જોઈએ તે છોકરા પાસે હાથ લંબાવ પડે છે. પિતાને પુત્ર આપે તે કામ ચાલે. સાસુને વહુ પાસે હાથ ધરે પડે છે. સાસુને વહુ બનીને રહેવું પડે છે. દિકરો રજા આપે તે જ માતાપિતા ધર્માદા કે દાન પુણ્યમાં પૈસા વાપરી શકે. આ બધે કળિયુગને પ્રભાવ છે.
હવે કૃષ્ણ અર્જુનને પૂછે છે–બેલે અર્જુનજી ! તમે નવું શું જોયું? પ્રભુ, આજનું દશ્ય જોઈને મને તે આશ્ચર્ય પાર નથી રહ્યો. હું તે જંગલમાં ફરતે ફરતે ઘણે ૧૫ શા,