________________
૧૧૭,
જાય છે. ગામના ચોરે ઘણા માણસો બેઠા હતા તેમાંથી એક માણસ કહે છે, ભૂદેવ, આ ઝેળીમાંથી શું નીતરે છે? ત્યારે ભૂદેવે પશ્ચાતાપભર્યા સ્વરે કહ્યું. બીજું શું નીતરે ભાઈ! એને મારી ભૂલી નીતરે છે. (હસાહસ.) આ મારી જીભ વશમાં ન રાખી. એણે દાટ વાળ્ય.
શબ્દ શબ્દ કયા કરો, નહિ હાથ નહિ પાંવ,
એક શબ્દ ઘા રૂઝ, એક શબ્દ કરે છે ઘાવ.” માણસ ગમે તેમ બોલી નાંખે છે, ત્યારે તે વિચાર નથી કરતો કે આનું શં પરિણામ આવશે ? ભૂદેવે તેની જીભ વશમાં ન રાખી તે અધકચરી ખીચડી લઈને ભાગવું પડયું અને પશ્ચાતાપનો પાર ન રહ્યો. માટે બોલતાં ખૂબ વિચારીને બેલવું. જેમ પાણીનું ગળણું હોય છે તેમ શુદ્ધ ભાષા એ વચનનું ગરણું છે. સમય થઈ ગયો છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે.
હવે માસખમણના ધરને આજથી ચાર દિવસ બાકી છે. મારી રાજગૃહી જેવી રાજકોટ નગરીના શૂરવીર શ્રાવક તૈયાર થશે. જે શહેરની આટલી ખ્યાતિ હોય તે શહેરના શ્રાવકે તે શૂરવીર જ હોય ને? તપ એ કર્મની ભેખડે તેડવા માટે અમોઘ દવા છે. જેનાથી તપશ્ચર્યા થતી હોય તે અવશ્ય કરવા તૈયાર થજે.
વ્યાખ્યાન ને-૧૭
શ્રાવણ સુદ ૨ ને સોમવાર તા. ૩-૮-૭૦ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! શાસન સમ્રાટ ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીના આત્મકલ્યાણને માટે શાશ્વતી વાણીનું નિરૂપણ કર્યું તેનું નામ સિદ્ધાંત, ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર પ્રભુએ જે સ્વરૂપે વર્ણવ્યું છે તે વાત સુધર્માસ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુને સમજાવી રહ્યા છે. દેનાર પણ મહાન હતા અને લેનાર પણ મહાન હતા. દ્વધ સિંહણના હતાં અને સામું પાત્ર પણ સોનાનું હતું. એક જ વખત સુધર્માસવામીની દેશના સાંભળીને જંબુકમાર વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. અહીં તે ઉપદેશ આપતાં વર્ષોના વર્ષો વીતી ગયા પણ અમારા શ્રાવકને વીરવાણુને રંગ ચઢતા નથી. તેનું કારણ એક જ છે કે પ્રભુની વાણીમાં જે સત્ય રહેલું છે તેને હજુ સમજ્યા નથી. જે તમને સમજાતું હોય કે “ તમેવ સચ્ચે નિસંકે જ જિર્ણહિ પઇયં, એ જ સત્ય છે. નિશંક છે જે જિનેશ્વર ભગવંતે એ પ્રરૂપ્યું છે. આ સૂત્ર જે સમજાઈ જાય તે ગમે તેવા પ્રસંગમાં