________________
૭૭. શરીર સૂકાઈ જવાના ભયથી તપ કરતા નથી પણ વિચાર કરો કે આ શરીર તપથી જ સૂકાય છે એમ નથી. શરીર અનેક પ્રકારે સૂકાય છે. ચિંતાથી શરીર સૂકાય છે. ટી. બી. આદિ રેગથી પણ શરીર સૂકાય છે. કદાચ ન સૂકાય તે પણ એક દિવસ તે તેને છોડવાનું જ છે. તેના કરતાં સમજીને તેનો મોહ છોડવામાં મઝા છે.
તમે પચરંગી પાઘડી પહેરીને, વરના બાપ બનીને દિકરાને પરણાવવા ગયા હતા, ત્યાં તે તમારે આનંદ કેઇ એર હતું, પણ એ આનંદ તમારો ખંખેરાઈ જશે. જે તમે આ ઉપવાસની પચરંગીરૂપ પાઘડી પહેરશે તે ભગવાનના દરબારમાં તમને સ્થાન મળશે. પચરંગી કરવાના ભાવ છે પણ વસમું લાગે છે ? ભાઈ, હું તમને એક વાત પૂછું છું કે તમે વરરાજા બનીને પરણવા ગયા. માયાના માયરામાં બેઠા, ત્યારે તમને એ વિચાર આવ્યો હતો કે હું હવે ચાર પગવાળો થઈશ, પછી દિકરાને બાપ બનીશ. ત્યારે આ સંસારની ધુંસરી ઉપાડી શકીશ કે નહિ?: પત્ની સાથે બનશે કે નહિ? જીવનમાં સુખ-દુઃખના વાયરા વાશે ત્યારે કડવા ઘૂંટડા પીને મારી આબરૂં સાચવી શકીશ કે નહિ? તે વખતે જરાય શંકા પણ થતી નથી. અને ચારિત્રની વાત આવે છે ત્યારે રેંજી પંજી બનીને કંગાલતા બતાવે છે ! આત્માને પ્રબળ પુરૂષાર્થ ઉપાડશો તો આત્મિક શક્તિઓને ઉઘાડ થઈ જશે. તમારા રાજકોટમાં કેવા મહાન પુરૂષ હતા. તેમના શક્તિને તમને ખ્યાલ છે ને?
પૂ. ડુંગરશી મહારાજ થઈ ગયા, એ તે મહાન જ્ઞાની અને સમર્થ હતા પણ તેમના શિષ્ય એક ડાહ્યાલાલજી મહારાજ હતા. જેવા નામ તેવા ગુણ તેમનામાં હતા. તેમની પ્રશંસા ચારે તરફ ખૂબ થવા લાગી. પૂ. અજરામરજી મહારાજે તેમની પ્રશંસા સાંભળી. ત્યારે તેમને શંકા થઈ કે તેમના ગુરૂ તે મહાન છે, પણ શું એમનો શિષ્ય એ વિદ્વાન હશે! પૂ. અજરામરજી મહારાજ વિહાર કરીને ડુંગરશી મહારાજની પાસે આવ્યા અને કહે છે, જે આપની આજ્ઞા હેય તે માટે આપના શિષ્યની પરીક્ષા કરવી છે. ત્યાં ગુરૂનું હૈયું હરખાઈ ગયું કે મારા શિષ્યમાં કેટલી પાત્રતા છે, લાયકાત છે, તે બહારગામથી સંત તેની પરીક્ષા લેવા આવ્યા. આ જગ્યાએ તમારી કઈ પરીક્ષા લેવા આવે તે હરખ થાય કે ખેદ થાય ? એનું માપ તમે જ કાઢી લેજે કે, મારી એટલી તૈયારી
ડુંગરશી મહારાજ કહે છે, ખુશીથી તમે મારા શિષ્યની પરીક્ષા કરી શકે છે. વ્યાખ્યાનમાં જતી વખતે ડાહ્યાલાલજી મહારાજને લાવ્યા અને પ-૨૫ ક નહિ પરંતુ ૫૦૦લેક પૂ. અજરામરજી મહારાજે આપ્યાં અને કહ્યું કે તમે આટલાં બ્લેક તૈયાર કરી દેજે. આજ્ઞા આપીને એ તે વ્યાખ્યાનમાં ચાલ્યા ગયા. ગૌચરી-પાણીથી પરવાર્યા. બપોરે વાંચણીને સમય થયે, ત્યારે કહે છે પેલા કે બોલી જાવ.ત્યાં ડાહ્યાલાલજી મહારાજ ૫૦૦ શ્લેકે કડકડાટ બેસી ગયા.