________________
૧૧૦
લાગી જાય છે. સમક્તિીને પહેલાં જે આયુષ્યને બંધ પડે નહોય તે તે જીવ સાત બેલને બંધ પાડતું નથી. નરક, તિર્યચ, ભવનપતિ, વાણવ્યંતર, તિષી, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એ સાત બોલમાં ન જાય. એણીક રાજાની જેમ પહેલાં બંધ પડી ગયેલ હોય તે જ એ જીવને નરકમાં જવું પડે. બાકી સમકિતી જી ભવનપતિ, વાણવ્યંતર જેવા હલકી કેટીના દેવમાં પણ જતા નથી.
આ માતા પણ ખૂબ સમભાવ રાખે છે. દિકરે છરે મારે છે, પણ માતાના અશુમાં પણ કષાય ન આવી. માતાના પ્રાણ ચાલ્યા જાય છે. અત્યંત સમભાવમાં મૃત્યુ પામવાથી માતાને આત્મા મરીને દેવ થાય છે. આ છેક માતાનું કાળજું લઈને ચાલતે થઈ ગયે. આ દેવ અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે કે મેં પૂર્વે એવું શું કર્યું કે હું મરીને દેવ થયે! ત્યાં પિતાના પુત્રને પિતાના પૂર્વના દેહના કલેવરમાંથી લેહીથી નીતરતું કાળજું લઈને જતે જોવે છે. પિતાની દુષ્ટ ભાવના પૂરી કરવા તે દોડતે જઈ રહ્યો છે. ત્યાં પથ્થર સાથે અથડાવાથી પડી જાય છે. આ કાળજું હાથમાં રહ્યું છે. માતાને જીવ જે દેવ થયે છે તે અદશ્યપણે આવીને કહે છે “ખમ્મા” ત્યાં તે ચમક. અહે! જે માતાને મારી એનું કાળજુ કાઢયું એ કાળજું મને કહે છે ખમ્મા! ત્યાં સ્થિર થઈ ગયે. અહે! તે શું કર્યું? કેનું કાળજુ કાઢયું? તારી વિષય વાસનાનું પોષણ કરવા વેશ્યાના પ્રેમમાં પાગલ બની પવિત્ર માતાની હત્યા કરી? માતાની વાત કરીને તું કયાં જઈશ? એની શાન ઠેકાણે આવી ગઈ. ત્યાં અદશ્યપણે દેવ બેલે છે. “તારી માતા સમાધિ મરણે મરીને હું દેવપણે ઉત્પન્ન થઈ છું. તને સમજાવું છું કે જેની કુખે તું જન્મે એ માતાના સંતાને ભાવમાં ભટકવું ન જોઈએ. જે માતા-પિતા પોતાના સંતાનને ભવમાં ભ્રમણ કરતાં અટકાવે છે તે જ સાચા ઉપકારી છે. એ જ માતાનું સાચું હેત છે, પણ હિ બૂરી ચીજ છે.
આજે આ સૃષ્ટિ પર યુદ્ધ થાય છે, તેફાને થાય છે, કજીયા ને કંકાસ થાય છે. આ બધું જ મેહનું નાટક છે. એક વચનની ખાતર મહાભારત રચાયું. જેમાં ખૂનખાર લડાઈ થઈ. લાખે માણસના મેત નિપજ્યાં. આ બધું શાના કારણે? મહાભારતના યુદ્ધમાં કૌર અને પાંડ લડયા. લેહીની નીકે વહી અને પાંડવોની છત થઈ. સમજદાર આત્માઓના દિલમાં પા૫ કણાની જેમ ખટકે છે. - અહિં ધર્મરાજા લડાઈમાંથી નિવૃત્ત થયા પછી યુધિષ્ઠિરનું હૈયું હાથ રહેતું નથી. અહ! એક રાજ્યની ખાતર મેં કેટલા ને હયા? મેં તેને માર્યા? હવે આવી રાજગાદી માટે જોઈતી નથી. એમ પાપને પશ્ચાતાપ કરે છે, ત્યાં કૃષ્ણ મહારાજ આવે છે અને પૂછે છે હે ધર્મરાજા! તમારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે ધર્મરાજા કહે છેહે પ્રભુ! આ ભયંકર યુદ્ધ ખેલ્યાં, લાખે ને કચ્ચરઘાણ વાળી નાખે. આ રાજ્ય