________________
૧૦૮
કરવુ‘ પડશે. આ છેકરા કહે છે, શું કરૂ? તું જેમ કહે તેમ કરવા તૈયાર છું, પણ મને તારે ઘેર રહેવા દે.
વેશ્યા કહે છે, તારી માતાનુ કાળજી લઈ આવ. છેકરા એવુ કાય પણ કરવા તૈયાર થઇ ગયા. માણસ જ્યારે વિષયાંધ અને છે ત્યારે કેટલા નિષ્ઠુર બની જાય છે! ભગવાને આઠે પ્રકારના અંધ બતાવ્યા છે. જન્મ અંધ, જરા અંધ, રાત્રિ અંધ, દિન અંધ, ક્રોધ અંધ, માન અંધ, માયા અંધ અને લાભ અધ તથા ખીજા પ્રકારના આઠે અંધ છે, કામાંધ, ક્રોધાંધ, કૃપણાંધ, માનાંધ, મદાંધ, ચારાંધ, જુગારાંધ, ચુગલ્યાંધ.
“ દવા પશ્યતિ ને લૂકા, કાકે નકત ન પશ્યતિ, અપૂર્વ કાપિકામાન્યી, દિવા નક્ત ન પતિ.
ઘુવડ દિવસે દેખતું નથી. કાગડા રાત્રે દેખતા નથી. પણ જે માણુસ કામાંધ છે તે તે રાત્રે પણ દેખતા નથી અને દિવસે પણ દેખતા નથી. તેને કૃત્યાકૃત્યને પણ વિચાર આવતા નથી. ખંધુઓ! વિષયા નરક ગતિમાં લઇ જનાર છે. માટે ખૂબ વિચાર કરજો, જો આટલું સાંભળવા છતાં પણ તમારી આંખ ન ખુલતી હૈાય તા ઘાર દુઃખા સહન કરવા પડશે. જો પરસ્ત્રીગમન કરશે તે તમારે ભયંકર અગ્નિમાં માટલાની જેમ પકાવું પડશે. પરમાધામી દેવા લેખ'ડની ધગધગતી પૂતળી સાથે કામી જીવાને આલિંગન કરાવે છે. ત્યાં ગમે તેટલી બૂમ પાડશેા તે તમને કાઇ છેડાવવા આવશે નહિ. માટે સમજીને બ્રહ્મચના ઘરમાં આવી જાવ. પ્રત્યાખ્યાન કરી લે. કદાચ તમે માનતા હા કે અમે બ્રહ્મચર્યાંનુ પાલન કરીએ છીએ. મન મજબૂત હાય તે પચ્ચખાણની કયાં જરૂર છે, એમ ઘણા કહે છે, પરંતુ....
અંધુએ ! જ્યાં સુધી તમે પચખાણ નહિ લે ત્યાં સુધી તમને પાપની ક્રિયા તા આવશે જ. જેમ કેાઇની સાથે તમે ભાગીદારીમાં ધંધા કરતા હૈા અને તમને ખબર પડે કે હુવે મારી પેઢી ખેાટમાં છે. ફૂલવાની અણી ઉપર છે. તે તમે ભાગીદારીથી છૂટા થઈ ગયા પણ જ્યાં સુધી સરકારમાં નોંધાવા નહિ ત્યાં સુધી તમે ભાગીદારીથી સંપૂર્ણ મુક્ત થયા નથી. પેઢી દેવામાં ડૂલી ગઇ તે વખતે લેણીયાતા તમારી પાસે પૈસા લેવા આવ્યા. તમે કહો કે હું તેા છ મહિનાથી છૂટા થઈ ગયા છું, પણ પેલે માણસ કહેશે કે તમે સરકારના કાયદામાંથી છૂટા થયા નથી, માટે તમારી ઉપર અમારા ક છે. તેમ તમે જ્યાં સુધી વીતરાગના કાયદા રૂપી પચ્ચખાણ નહિ કરો ત્યાં સુધી પાપના ભાગીદાર છે.
પેલા છેકરા પાછો ઘરે આવ્યેા. માતાને થયું' કે આખરે દિકરા સમજયા તે ખરા ! દિકરા નમ્ર બનીને માતાને કહે છે. મા! મેં બહુ જ ભૂલ કરી. મેં તને અહુ જ દુઃખ આપ્યું. હવે હું આવી ભૂલ નહિ કરૂ . એમ કહી માતાને પીગળાવી દીધી. મા સમળે છે કે હવે દિકરાની શાન ઠેકાણે આવી છે, એટલે પુત્રને પ્રેમથી રાખે છે, પણ