________________
૧૨
માથે પંખીઓ માળા નાંખ્યા, શરીરે વેલડીએ વીંટળાઈ ગઈ, શરીરને સુશ્કેલુ કરી નાંખ્યું, પણ અંદરમાં રહેલે અહં ઓગળે નહિ, ત્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. પણ એ જાતિવંત આત્મા હતા, એટલે બહેનોની હેજ ટકેર થતાં જાગી ગયા. પણ બધાના મનમાં વિચાર થયે કે આવા ગરીબના સામું જોઈને રાજા મુખડું મલકાવે છે તે નકી આની સાથે રાજાને કંઈક સંબંધ છે. આ રાજાને પ્રેમી છે. માટે હવે આ માણસ આપણી બધી પિલ રાજા પાસે ખુલ્લી કરી દેશે. તે આપણને ક્યાંય સ્થાન મળશે નહિ. માટે આપણે આની સાથે સંબંધ બાંધીએ, તે આપણને કોઈ વાંધો આવે નહિ.
આજ સુધી આ માણસના સામું કેઈ જેતું ન હતું. પણ હવે તેને બધા બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા -ભાઈ! તારે કંઈ જરૂર હોય તે કહેજે. કેઈ સામેથી પૈસા આપવા લાગ્યા. આમ કરતાં આ ગરીબ માણસ પાસે પૈસા આવે છે. પુણ્યને સિતારો ચમકે છે. અને તે લાખે પતિ બની જાય છે. બીજે વર્ષે ફરીને સવારી નીકળી. આ ગરીબ માણસે આખા ગામ કરતાં વધારે સુંદર સજાવટથી પિતાની દુકાન શણગારી છે. આ જોઈ રાજા કહે છે આ કેની દુકાન છે? ત્યારે પેલા ગરીબ માણસ જે ધનવાન બની ગયે છે તે રાજાના ચરણમાં પડીને કહે છે મહારાજા! એ આપની કૃપાને પ્રતાપ છે. મેં આપની કૃપાથી આટલું મેળવ્યું છે. જે તેણે માંગ્યું હતું તે માંગેલું મળત. પણ આ તે મહાન સુખ પામી ગયે. આ તે એક સામાન્ય રાજાની કૃપા થઈ અને આટલું મેળવી ગયા. તે તમે વિચાર કરે છે જેના ઉપર મહારાજાને પણ મહારાજા તુષમાન થાય તે શું ન મેળવે? મહારાજાને પણ મહારાજા કેણ! તમે જાણે છે ને? વીતરાગના વારસદાર સંતે મહારાજાના પણ મહારાજા છે. તેઓની તમારા પર અમી–આંખડી પડે છે અને તમને કહે છે કે દેવાનુપ્રિયે! હવે જાગે. વિષયમાં ગ્રુધ ન બનશે. ત્યાં તમને એમ થવું જોઈએ કે અહો ! સંત મને સામેથી કહે છે. હું કેટલું પુણ્યવાન છું! એક હાકલે તમે જાગી જવા જોઈએ. રોજ બ્રહ્મચર્ય વ્રતની વાત કરવામાં આવે છે. પણ એક પણ શ્રાવક જાગતું નથી. જાણે કે બધાએ પ્રતિજ્ઞા લઈ લીધી ના હોય ! રાજાની કૃપા તે એકજ ભવ પૂરતી હતી પણ સંતની કૃપા તે ભવને પાર કરાવે છે. જન્મ, જરા ને મરણના ફેરા મટાડી દે છે.
અહીં ભગુ પુરોહિત ઉપર પણ પૂર્વના સ્નેહને લઈને ઈષકાર રાજાની ખૂબ કૃપા છે. ઈષકાર નગરીથી ત્રણ માઈલ દૂર જુદી નગરી વસાવા આપે છે. ત્યાં જઈને આ ભૃગુ પુરહિત, તેની પત્ની અને બે બાળકો આનંદથી રહે છે. હવે આ બાળકોને આ માતા-પિતા સમજાવે છે કે પુત્રો! જે જૈન સાધુઓ હોય છે, તેમના મુખ ઉપર મુહપતિ બાંધેલી હોય છે, હાથમાં રજોહરણ હોય છે અને જમીન તરફ દષ્ટિ કરીને, હાથમાં કપડાની થી લઈને ચાલતા હોય છે, તે ઝોળીમાં તે લેક છરી, કાતર, ચાકુ આદિ શસ્ત્રો રાખે છે, તે તમારા જેવા કુમળા