________________
૧૦૦ ૧
મેદની વચ્ચે માંકડાને મદારી પૂછે કે તને તારી મા વહાલી કે તારી પત્ની વહાલી તારી મા માંદી પડે તે તું દેડતું જાય કે તારી પત્ની માંદી પડે તે દેડતું જાય ! આ બધી કળાએ તે શીખી ગયા અને જેનારને ખુશ કરી દે છે. પણ મદારીએ જે સાંકળથી માંકડાને બાંધ્યું છે તેને અંકેડે છોડવાની કળા શીખવાડી નથી. માંકડું બિચારૂં બધું શીખ્યું પણ બંધનમાંથી મુક્ત થવાની કળા શીખ્યું નહિ. બંધુઓ ! તમારી આવી સ્થિતિ તે નથી ને? ભગવાન મહાવીરે આપણને બંધનમાંથી મુક્ત થવાની સુંદર કળા શીખવાડી છે અને કહ્યું છે કે હે આત્મા! તું અનંતકાળથી ચતુર્ગતિમાં રખડી રહ્યો છે. શુભાશુભ કર્મના બંધને બંધાઈ ગયું છે. તે બંધનને જાણીને બંધનને તેડવા પુરૂષાર્થ કર. છેતમને કયું બંધન છે, જાણે છે ને? જ્ઞાની કહે છે, પહેલાં તમે બંધનને જાણે અને પછી તેને તેડવાને પુરૂષાર્થ કરે. જે તમને બંધન એ બંધનરૂપ લાગ્યું હશે તે તમે તેને તોડવાને પુરૂષાર્થ કરશે. આ જીવને મોટામાં મોટું બંધન હોય તે તે અવિરતપણાનું છે. એ અવિરતીના બંધન તેડવા માટે તમને એક વખત લગની લાગવી જોઈએ. જેને લગની લાગી છે તે છે અઢળક સંપત્તિમાં વસતાં હોવા છતાં પુરૂષાર્થ કરે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છે જેનો અધિકાર ચાલે છે તેમાં જે બે આત્માએ દેવલોકમાંથી અવવાની અણી ઉપર છે. તેમને એ જ ચિંતા થઈ કે આપણે જ્યાં જન્મવાના છીએ ત્યાં સંપત્તિને પાર નથી, ભૌતિક સુખની કમીના નથી પણ આપણે જે બંધન તેડવા માંગીએ છીએ તે ત્યાં તૂટશે નહિ. એટલે તેઓ મૃત્યુલેકમાં આવીને ભગુ પુરે હિત અને તેની પત્ની યશાને ચેતવણી આપી ગયા. તેઓને જૈન ધર્મના સંસ્કાર આપી ગયા.
અતિ સુખમાં માનવ ધર્મારાધના કરી શકતો નથી. સુખમાં થોડી કડવાશરૂપ દુઃખ જોઈએ. દેવભૂમિમાં તે એકલું સુખ છે એટલે ત્યાં આત્મકલ્યાણ ન થાય તેમજ અવિરતીના બંધને પણ તૂટે નહિ. તમે કેરીને રસ અને પૂરી એકલાં ખાતા નથી. જે એકલે રસ ખાવામાં આવે તે મોટું ભાંગી જાય. પેટમાં કરમીયા થઈ જાય. પણ તમે કેરી સાથે કારેલાનું શાક અને વાલની દાળ ખાવ છે. ગળપણ સાથે ચેડી કડવાશ જોઈએ. કેમ બરાબર છે ને ? આ જ રીતે સાચા સુખની પ્રાપ્તિ માટે, અવિરતીના બંધને તેડવા માટે તપ ત્યાગની કસોટી રૂપી કડવાશ જઈએ.
ભગુ પુરહિત અને યશાને બે દેવે બ્રાહ્મણના રૂપમાં આવીને કહી ગયા કે તમારે બે પુત્ર થશે. ત્યાં તેમના હર્ષને પાર ન રહ્યો. જેમાં પુત્ર પ્રાપ્તિની ભાવનાથી દંપતીનું હૈયું હરખાય છે, તેમ અમારૂં હૈયું જ્યારે હરખાય ? અમારા મહાવીરના