________________
આહાર પાણી લઈ ગામની બહાર નીકળી ગયાં. જે બનવાનું છે તે બનવાનું જ છે. આ બાળકો જે તરફ રમી રહયા છે તે તરફ જ આ મુનિએ પણ ગયા. આ સાધુને જોઈને બંને બાળકે ભયભીત બની ગયા. આ સાધુએ આપણને મારી નાંખશે, પકડી જશે, એ ભયથી થરથર ધ્રુજવા લાગ્યા. સાધુની બીકથી બંને બાળકે એક મોટા ઝાડ પર ચઢી ગયા. હવે સાધુ પણ એ જ વૃક્ષ નીચે નિર્દોષ જમીન જોઈને ત્યાં બેસે છે. ઉપર આ બાળકે છે તેની સંતને ખબર નથી. સંતે વિના પ્રજને આડી અવળી દષ્ટિ કરતાં નથી. બાળકોને થાય છે કે આ તે અહીં જ આવ્યા. હવે આપણને પકડી જશે.
આ બંને મુનિએ ભૂમિનું પડિલેહણ કરી પોતાનાં વસ્ત્ર–પાત્રાદિનું પડિલેહણ કરે છે. અને ત્યારબાદ લાવેલા આહાર-પાણી વાપરે છે. આ બાળકે સાધુની બધી ક્રિયા ઝાડ ઉપર બેઠા બેઠા નિહાળે છે. જ્યારે સંતેના પાત્રાઓમાં કંઈ જ ન જોયું ત્યારે કહે છે. આપણા માતા-પિતા તે આવું કહેતા હતા, પણ આ સંતે પાસે કઈ શસ્ત્ર-છરી કે કાતર કંઈ જ નથી. એમના પાત્રામાં પણ આપણાં ઘરનાં જે શુદ્ધ આહાર જ છે. બીજું કાંઈ છે જ નહિ. આ બધું ધ્યાનપૂર્વક જોઈને આ બંને બાળકને ભય ચાલ્ય ગયો. હવે આ બાળકે નીચે ઉતરશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૧૬
શ્રાવણ સુદ ૧ને રવિવાર તા. ૨-૮-૭૦ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, સર્વશ કોણ બની શકે તે વાતને વિચાર કરવામાં આવે છે. જિનશાસન ગુણને મહત્તા આપે છે. જિનશાસનમાં વ્યક્તિની પૂજાને સ્થાન નથી પણ પ્રભુમાં જે ચાર ગુણો અને ચેત્રીસ અતિશય છે તેની જ વિશેષતા છે.
પ્રભુએ જ્યારે રાગ અને દ્વેષને ખતમ કર્યા ત્યારે જ તેઓ સર્વજ્ઞ બન્યાં. સર્વજ્ઞ બન્યાં કે તરત જ જગતના ઉદ્ધારક બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ને તે મહાન પુરુષના જીવન જોતાં જ સમજાઈ જાય છે, પણ જે સામાન્ય કક્ષાનાં જીવે છે તેમને સમજાવવા માટે દેશના આપવી પડે છે, કે હે ભવ્ય આત્માઓ! પૈસા એ ઉદ્ધારનું કારણ નથી. પૈસા પ્રાપ્ત કરવાની પાછળ જીવનમાં ઘણી હેળીઓ સળગે છે. કેઈક દર્દી માણસને એક હજાર રૂપિયા આપવામાં આવે તે શું એ પૈસા એનું દર્દ શાંત કરી શકશે? નહિ જ. આ સાચી લેકસેવા નથી, “જનસેવા તે પ્રભુ સેવા” એ સૂત્રે તે સત્યાનાશ