________________
૧૦૧.
શાસનમાં એકેક શ્રાવક જે ધર્મમાં શ્રદ્ધાવાન થાય, જ્યાં જાય ત્યાં રાણીગરા રૂપિયાની જેમ રણકાર કરે. સાચો શ્રાવક છૂપ ન રહે. પણ પિતાનું શુરાતન બતાવે. અને બધા જાણે કે આ સાચે શ્રાવક છે. આવા શ્રાવકેની શ્રદ્ધા અને ધર્મધ્યાનમાં તેની તલ્લીનતા જેઈ સંતેને આનંદ થાય. આવા દઢવમ અને પ્રિયધમ શ્રાવકોને સિદ્ધાંતમાં ભગવાને સાધુના અમ્મા-પિયા તરીકે વર્ણવ્યા છે.
આ બે દેવ દેવકની સ્થિતિ પૂર્ણ કરી યશાભાર્યાની કુક્ષીએ ઉત્પન્ન થાય છે. પુણ્યવાન આત્માઓ છે. ભવબંધને તેડનાર છે. એવા જીવ ગર્ભમાં આવે છે ત્યારે માતાને પણ સારી ભાવના થાય છે. ગર્ભમાં પાપી જીવ આવીને ઉત્પન્ન થાય છે ત્યારે માતાને ખરાબ ભાવના થાય છે. ગર્ભમાં પુણ્યવાન જી ઉત્પન્ન થયા છે એટલે યશા ભાર્યાને શુભ ભાવનાઓ થાય છે કે સંતના દર્શન કરૂં, દાન આપું. અનુક્રમે તેને ત્યાં બે બાળકોને જન્મ થાય છે. બાળકે ધીમે ધીમે મોટા થાય છે. આ માતાપિતાને વિચાર થાય છે કે પેલા જેવી કહી ગયા છે કે આ બંને બાળકો કિશોરવયમાંજ સંસારના બંધને તેડી ત્યાગી બની જશે. તો હવે આપણે એ કિમિયો કરીએ કે આ બાળકે ને સાધુને સમાગમ જ ન થાય.
ભૂગુ પુરોહિત રાજાને માનનીય છે. પૂર્વને સ્નેહ છે એટલે રાજા તે તે જે માગે તે દઈ દેવા તૈયાર છે. રાજાની તેના ઉપર અસીમ કૃપાદ્રષ્ટિ છે. જેના ઉપર રાજાની કૃપાદ્રષ્ટિ હોય તેને શે ફિકર! બંધુઓ, સંતે તમારા ઉપર કૃપા કરે છે અને કહે છે કે તમે જાગો. હવે કયાં સુધી મોહનિદ્રામાં ઉંઘશે ! આ પુરોહિત કહે છે બાપુ ! મારા દિકરા રૂપાળા છે, નજરાઈ ન જાય, માટે મારા આ બાળકોને લઈને આ નગરી થી થોડે દૂર રહેવા જવું છે. આપની આજ્ઞા હેય તે. રાજા કહે છે અરે ! જે આપને દૂર જવું હોય તે નાનું નગર વસાવી આપું. ઈષકાર નગરીથી થોડેક દૂર કર્પટ ગામ વસાવી આપે છે. મારે તમને એ કહેવું છે કે જ્યાં રાજાની કૃપા હોય ત્યાં અતિ કઠિન કાર્ય પણ સહેલાઈથી થઈ જાય છે. મોટાની કૃપા માનવને મહાન બનાવે છે. કરોડપતિને રેડપતિ બનાવે છે.
એક વખત એક રાજાની સવારી નીકળી. આખું ગામ વજાપતાકાઓથી શણગાર્યું. દુકાનદારોએ રાજાના માનમાં પિતાની દુકાને સુંદર રીતે શણગારી છે. ગામની શોભા જોઈને રાજા હરખાય છે. અહો! મારું કેટલું માન છે! પણ એક દુકાન શણગાર્યા વિનાની છે. આ જોઈ રાજા વિચારે છે કે, બધાએ મારા માનમાં દુકાને શણગારી છે. અને આ માણસે કેમ આમ કર્યું હશે ! અંદરનું માન માનવને મુંઝવે છે. માન જાય તે કામ થઈ જાય. બાહુબલીજીએ કેટલી ઉગ્ર સાધના કરી. મચ્છરના ત્રાસ આગળ આપણે કાયર બની જઈએ તેના બદલે જેના શરીર ઉપર કીડીઓએ દર બનાવ્યા, જેના