________________
૮૨
પગમાં દેરીની ગૂચ પડી ગઈ હોય તે તે વખતે કૂદાકૂદ કરવાથી તે ગૂંચ વધુ પડે છે, પણ શાંતિથી જે ઉકેલવામાં આવે તે ઉકેલી જાય છે, તેમ આપણા કર્મને લીધે જે ગુંચ પડી ગઈ છે તેને ઉકેલવા માટે શાંતિ, સમભાવ, ધ્યાન, મન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ અને ધમાલ કરવા માંડીએ તે એ કમને કોયડ કઈ રીતે ઉકેલી શકાય? કરમને કેયડ અલબેલો, એજી એને પામ નથી સહેલો,
કરમને કેયડે અલબેલો. ચંદન બાળા રાજકુમારી, ધરમ જેને વરેલો, કંચન કાયા એની ચોટે વેચાણી, કરમે પીછે કરેલો...
કરમને કેયડ અલબેલો. ચંદનબાળા જેવી સતી જે રાજકુમારી હતી, છતાં એને કર્મોને ઉદય થયો. એને ચૌટે વેચાવું પડ્યું. મૂળ શેઠાણીએ તેને કેવાં દુખે આપ્યાં. અને તે સમયે સતી ચંદનબાળાએ કેવી સમતા રાખો, આ વાત તે તમે સૌ જાણે છે ને? પ્રતિકુળતામાં પણ અનુકૂળ બની ગયા, તે મોક્ષના મોતી બની ગયા. કર્મોદય સમયે જે આર્તધ્યાન થાય તે દુઃખમાં વધારો થાય અને જો ધર્મધ્યાન કરવામાં આવે તે જુનાં કર્મો ખપી જાય અને દુખના વાદળ ખસી જતાં સુખને સૂરજ ઉગવાને જ છે. તત્વ કોને સમજાય ! જે કઈ કર્મના સ્વરૂપને સમજ્યાં છે તેને. એ તે પિતાના આત્માને આવું જ પૂછે કે શું આ નિમિત્તોમાં એટલી તાકાત છે કે તેઓ દુઃખ આપી શકે? દુઃખ તને કેણ આપે છે! નિમિત્તો નહિ પણ તારા પૂર્વ જન્મનું દેવું દે છે.
સાધુને ભાવિક શ્રાવકે વંદન કરે પણ જે રસ્તામાં કોઈ મગજને ચસકેલો મળે તે ગાળ દે. તે વખતે સંત શે વિચાર કરે ? એણે મને ગાળ કેમ દીધી ? તુંકારે કેમ કર્યો? એ વિચાર ન કરે પણ એ વિચાર કરે કે આ તે બિચારો પાગલ છે, અજ્ઞાન છે, એને કમને ઉદય છે. એના નિમિત્તે મારે આવું સાંભળવાને ઉદય છે. એક જીવ કર્મનું બંધન કરે છે ત્યારે બીજે સમતાભાવથી કર્મને તેડે છે.
ઈન્દ્રો ભગવાનને વંદન-નમસ્કાર કરે છે ત્યારે સંગમદેવ ભગવાનને ઉપસર્ગો આપે છે. એક ઉપાસના કરે છે, બીજે ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતુલા રાખવી એ જ જીવનની ઉમદા તક છે. આ સમજણ જેટલી જેટલી જીવનમાં ઉતરતી જાય છે તેટલા જન્મ સુધરતાં જાય. અને દેવાની વસૂલાત થાય. દેવું ચૂકવાઈ જશે તે લેયાત લેવા નહિ આવે. આ બાબતમાં શાંતિથી જીવે વિચારવાનું છે કે મેં જે કર્મો બાંધ્યા છે એનું પરિણામ પુણ્ય ને પાપ છે. એમાં સમતુલા રાખવા સદા જાગૃત રહેવું જોઈએ.
વીતરાગ પાસે ચક્રવતીને ન હોય એવી સિદ્ધિઓ હોય છે અને જેગીઓ પાસે ન હોય તેવી ત્યાગવૃત્તિ હોય છે,