________________
બંધુઓ ! તમને તમારા વેપારીએ અગાઉથી ખબર આપ્યાં હોય કે હું અમુક તારીખે લગભગ લાખ રૂપિયાનો ચેક મોકલીશ. હવે તમે એ તારીખની રાહ જોઈ રહ્યાં છે. એ તારીખ આવી ગઈ. ચેક મોકલનારે કવરમાં તમને ચેક મેક પણ ખરે. હવે એ કવર એવું ફીટ છે કે તેને ફેડવા માટે જગ્યા નથી. ચારે તરફ ફેરવી ફેરવીને જુવે કે કઈ બાજુથી ફાડું કે જેથી ચેક ન ફાટે. એક બાજુથી ફડાય તેમ ન લાગે તે કુશળ વેપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાંખે. એને લાગે કે અંદરને ચેક ફાટી જાય તેમ છે તો બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, અરે ! આખું કવર ફાડી નાંખે કારણ કે એને કવરની સાથે કાંઈ જ સંબંધ નથી. એને કિંમત છે અંદર રહેલાં ચેકની.
આ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે હે આત્માઓ! આ દેહ તે વીસ પૈસાનું કવર છે અને એમાં આત્મારૂપી જે ચેક છે તેની જ કિંમત છે. આ ચેકને ઓળખવાની જે શક્તિ તેનું જ નામ સમ્યગ્દર્શન છે. - જ્યારે આપણને આવી દષ્ટિ મળશે ત્યારે તમને થશે કે મારા આત્માને સાચવીને હું આ શરીર પાસેથી કામ લઉં. આ શરીર એક કવર તરીકે જરૂર ઉપયોગી છે. પણ આ કવરની કોઈ મહત્તા હેય તે એટલા જ પૂરતી છે કે એ જેમ પેલા ચેકને એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે તે જ રીતે આ શરીરની મહત્તા એટલા માટે જ છે કે અંદર રહેલા ચેતનરૂપી ચેકને મોક્ષ નગરીમાં પહોંચાડવા માટે એ સાધન છે. આ દષ્ટિ મળ્યા પછી ભલે તમે ગમે ત્યાં બેઠા હે, ચાહે અરણ્યમાં હો કે ઉપાશ્રયમાં છે અથવા ઓફિસમાં છે, પણ તમે જાગતાં છે અને સમજે છે કે આ તે ઉપરનું કવર છે, અંદર રહેલા ચેક રૂપી ચેતન એ હું, કવરથી અલગ છું. જેના અંતરમાં આવી દષ્ટિ આવે તે જ સાચો ધર્મિષ્ઠ છે.
જેની દષ્ટિ ખુલી છે તે આત્માઓ કર્મની ફિલોસોફીને બરાબર સમજે છે. ભગવાન મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષે સંયમ લીધો અને કર્મનો ઉદય થયો તે વખતે ભરવાડે કાનમાં ખીલા ભેંક્યા. અનાર્ય દેશમાં પણ કેવાં ઉપસર્ગો આવ્યા! જ્યાં ખુદ તીર્થકરને પણ જ્યારે કર્મોએ છેડ્યા નથી તે આપણું જેવાની તે વાત જ કયાં? પણ એ કર્મોને બાંહ્ય ઝાલીને હઠાવનાર કેઈ રાજા હોય તે તે આત્મા છે. જે આત્માની શક્તિ ખીલે તે કર્મ શિયાળીયાંની જેમ મૂઠી વાળીને ભાગી જાય છે, પણ આત્મા પિતાની શકિતનું ભાન ભૂલીને દાસ બની ગયા છે. જ્યારે ભગવાન મુક્તિની મંઝીલે પહોંચી ગયા છે. આપણે પણ એ જ સ્થાનની પ્રાપ્તિ કરવી છે. પણ એના વિચારોમાં ને વિચારમાં વર્ષો વીતી ગયાં. એ સ્થાનને પ્રાપ્ત કરવા માટે આત્મામાં જે વેરઝેરની, ૧૩ શા.