________________
છીએ કે તમારે ત્યાં જેડલે પુત્રને જન્મ થશે. પણ એક વાત છે કે તે બંને પુત્રે બાલપણથી જ "ધર્મના અનુરાગી બનશે અને સાધુપણું લેશે. ત્યાં તમે તેમને રોકવા જશે તે પણ તે રોકાશે નહિ. માટે તેમને તમે ધર્મના સંસ્કાર આપજે. સંત સમાગમ કરાવજે. આટલી વાત કબૂલ છે ને? તે અમે આશીર્વાદ આપીએ છીએ. આ વખત આવે તે તમે શું કરે? કબૂલ કરે કે નહિ? (હસાહસ) આ ભૂગુ પુરોહિત બ્રાહ્મણ હતો પણ રાજાના રાજ્યમાં રહીને વણીક જેવી તેની બુદ્ધિ થઈ હતી. એટલે તેણે એ જ વિચાર કર્યો કે જે અત્યારે ના પાડીશ તે આશા પૂર્ણ થશે નહિ. પછી આગળ ઉપર જોઈ લઈશું, એટલે બ્રાહ્મણની વાત, તેમણે કબૂલ કરી અને દેવે આ રીતે કહીને ચાલ્યા જાય છે.
બંધુઓ ! દેવકની ધોમધામ સાદાબીમાં રહેલા અને પણ સાધુપણું લેવા માટે કેટલી ઉમિઓ ઉછળી રહી છે. જ્યારે તમને બધે ગ મળવા છતાં કાદવમ એવા ખેંચી ગયા છે કે નીકળવાનું મન જ થતું નથી. પણ યાદ રાખજે કે એક બંખત ભાગને ત્યાગ કર્યા વિના કે જ નહિ થાય. કારણ કે આ શૈવિક સંપત્તિ કેવી છે? - જે આજ તે કાલે નહિ, ઘડીએ ઘડી પલટાય છે,
એથી જ આ સંસારમાં, શાંતિ નહિ દેખાય છે.”
જે શક્તિ અને સંગ આજે તમને મળ્યાં છે, તે કાલે રહેશે કે નહિ તેની શું ખાત્રી છે? જેનો પળેપળે પલટાવાને સ્વભાવ છે, તેમાં સુખ કે આનંદ કેમ માની શકાય? પણ અજ્ઞાન દશાને કારણે માણસને જડમાં આનંદ લાગે છે. જ્ઞાની ભગવતે કહે છે કે તું આનંદઘન છે ત્યારે તમને સમજાશે કે આત્માએ જડની સાથે ભાગીદારી કરી છે. અને એ ભાગીદારીનું દુઃખ અત્યારે સાલે છે. આ દેહ મરે છે પણ આત્મા મરતો નથી. નબળે ભાગીદાર મરે તે સબળા ઉપર અસર થાય છે. તેમ આત્માએ દેહરૂપી નબળા ભાગીદારને અને કર્મને સંગ કર્યો છે અને તે સંગના રંગે રંગાઇ ગયે છે, તેના પરિણામે ઘડીએ ઘડીએ તેને દુઃખ ભોગવવું પડે છે. સંસારમાં પરિબ્રમણ કરવું પડે છે. મુક્ત હોવા છતાં મરવું પડે છે. જે આ દુઃખ મટાડવું હોય તે એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી પડશે. એ ભાગીદારી ઓછી કરવા માટે ચારિત્રને માર્ગ અને તપને માર્ગ રામબાણ દવા છે.
મોગલમાં છેલે બાદશાહ અહમદશાહ થઈ ગયે. તેની પડતી થઈ. આ ભવો કાયમ એક સરખાં રહેતાં નથી. હમણાં જ કહ્યું કે “જે આજ છે તે કાલે નહિ, ઘડીએ ઘડીએ પલટાય છે.” માટેજ જ્ઞાની પુરૂષ કહે છે કે તું એમ ન માનીશ કે હું હેશિયાર છું, મને સંપત્તિ ભેગી કરતાં આવડે છે અને સાચવતાં પણ આવડે છે. એટલે બધું મળ્યું છે તે ટકી રહ્યું છે અને કાયમ માટે ટકી રહેશે. પણ જ્યાં તારું પુણ્ય ખલાસ