________________
૭૮ તમને કહેવામાં આવે કે શ્રાવકજી, પ્રતિક્રમણ આવડે છે ! તે શું કહે છે? મહારાજ! હવે “પાકી કેડીએ કાંઠા ન ચડે.” એ તે માટી છે એટલે કાંઠા ન ચડે પણ તમે તે પંચેન્દ્રિય છે ને! તમારે વેપાર કર હોય, બેંકના ખાના ભરવાના હોય, આદિ કામે. માં કઈ દિવસ કહે છે કે પાકી કેડીએ કાંઠા ન ચડે. કંઈક શ્રાવકે મોટી ઉંમરે પણ શાસ્ત્ર ભણે છે. જીવની જિજ્ઞાસા જાગવી જોઈએ. વધુ ન આવડે તે ઓછામાં એાછું સામાયિક અને પ્રતિક્રમણ તે તમને અવશ્ય આવડવું જ જોઈએ. આ ડાહયાલાલજી મહારાજ ૫૦૦ કલેક કડકડાટ બોલી ગયા. આ જોઈ અજરામરજી મહારાજ સ્થિર થઈ ગયા. અહા ! જેવા ગુરૂ છે તે જ તેમને શિષ્ય છે. જેમ તમને કમાઉ દિકરે વહાલો લાગે છે તેમ શાસનની વૃદ્ધિ કરે તે વિનયવંત શિષ્ય પણ ગુરૂને વહાલે હોય છે.
જ્ઞાન ગેખવાથી આવડતું નથી, શરીર ધુણાવીને ગમે તેટલું ગેખવાથી જે જ્ઞાન મળતું નથી તે વડીલેને વિનય કરવાથી તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી મળે છે.
ભરૂચમાં એક બાપ-દિકર, સાસુ અને વહુ એમ ચાર માણસનું કુટુંબ હતું. અને ચારેયને એ નિયમ હતું કે દરેક આઠમ પાખીના દિવસે બાપ દિકરાએ એકાસણું કરવું અને સાસુ વહુએ ઉપવાસ કરે. આઠમ પાખીના દિવસે ચાર વાગે દુકાન બંધ કરી દેવાની. ઘરાક હોય તે મુનીમને સેંપી દે પણ પિતે દુકાનમાં ન રહે. ઘરે આવીને બે સામાયિક કરે. આ ચારે જ સવારે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું હતું, ગુરૂદેવે કયા ભાનું નિરૂપણ કર્યું હતું તે વિષયમાં ચર્ચા કરે. ગ્રહણ કરવા એગ્ય વાતને ગ્રહણ કરે. પછી પ્રતિક્રમણ કરે. આ રીતે તેમને કાર્યક્રમ હતે.
એક દિવસ એવું બન્યું કે ઘરમાં ઘઉં સાફ કરવાના હતા, એટલે સાસુ વહુ બંને ચર્ચા કરવા જઈ શક્યા નહિ. બાપ દિકરે ઉપર ચર્ચા કરે છે. નીચે અવાજે આવે છે. અડધે કલાક તો અવાજ આવ્યું, પછી અવાજ આવતું બંધ થઈ ગયો. ત્યારે વહુ કહે છે બા ! ઉપરથી અવાજ આવતું બંધ થઈ ગયો. બંને કેમ મૌન થઈ ગયા હશે? સાસુ કહે છે ધ્યાનમાં હશે. વહુ કહે છે તમે ઉપર જઈને તપાસ કરો. આમ કેમ બન્યું છે? સાસુજી ઉપર ગયાં, જઈને જુવે છે તે બાપ-દિકરો બંને બેભાન થઈને પડયા છે.
સાસુ વહુને ઉપર બેલાવે છે. બંનેને શું થયું? ઝેર ચઢયું હોય તેમ લાગે છે, સામાયિક પૂરી થઈ હશે કે નહિ? સાસુ તે રડવા લાગ્યા. વહુ ડાહી ને સમજણી હતી. કહે છે બા ! તમે રડશો નહિ. બીજું કાંઈજ નથી. કંઈ ખાવામાં આવ્યું લાગે છે, ભગવાનના શરણે જવાથી જન્મ-જરા ને મરણના ભયંકર ઝેર ઉતરી જાય છે. તે પછી આ ઝેર કેમ ન ઉતરે? તમે મારા સસરાજીનું માથું ખોળામાં લો અને હું તમારા દિકરાનું માથું મેળામાં લઉં. અને તમને ભકતામર સ્તોત્ર આવડે છે, આપણે બંને એને બ્લેક બોલીએ.