________________
તેની અનુભૂતિ થતાં માણસ મનમાં ને મનમાં મલકાય છે. શાંત તરંગ વિનાને સરોવર જેવી અવસ્થા માણસના ચિત્તમાં થાય છે ત્યારે જ અંદરને મલકાટ આવે છે. એવી અવસ્થા પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નપૂર્વક સતત જાગૃત રહેવું પડે છે. એક વખત સત્ય સ્વરૂપની પિછાણ થવી જોઈએ.
ઘણી વખત કેટલીક વસ્તુઓમાં તમને સુખ દેખાતું હોય પણ વાસ્તવિક સુખ તેમાં હોય જ નહિ. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમાં સુખ દેખાતું નથી, પણ હોય છે તે ખરું જ. એવી જ રીતે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ રૂપ પદાર્થમાં શાંતિનું દર્શન થાય, પણ અનુભવ કરવા જાય ત્યારે લાંબે વખતે જરૂર સમજાશે કે આમાં માત્ર દુઃખ જ છે.
બંધુઓ! તમને સંસારને ભય લાગ જોઈએ. ભવને ખેદ થે જોઈએ કે હું આ સંસારના સ્વાર્થની સાંકળમાં જકડાઈને કાળાબજાર કરી કર્મોનું બંધન કરી રહ્યો છું, તે મારું શું થશે? મારા ભવ કેવા જશે? તમને ખેદ તે જરૂર થાય છે પણ કયાં? તમે ઓફીસે ગયા અને તમારું ધાર્યું જે ન થયું તે ખેદ થાય છે. પુત્ર આજ્ઞા ન માને તે ખેદ થાય છે, પણ ભવને ભય લાગ જોઈએ “ભવભીરૂ બન્યા વિના ભવકટ્ટી ન થાય અને પાપભીરૂ બન્યા વિના પવિત્ર ન બનાય” એટલું તમે જરૂર સમજી લેજે. સંસાર પ્રત્યેને ખેદ કર્મનું બંધન કરાવશે અને ભવન ખેદ ભવનાં બંધને તેડી નાખશે.
સુખ કઈ ભૌતિક બાદ પદાર્થ કે રંગરાગમાં નથી, પણ પ્રભુની આજ્ઞામાં જ સાચું સુખ છે. બત્રીસ આગમમાંથી તે બતાવે કે લક્ષ્મીદેવીના શરણે જવામાં કે પત્ની પુત્રના શરણે જવામાં શું સુખ છે? બાહ્યદષ્ટિ નહીં છૂટે ત્યાં સુધી તમે સાચા સુખની મેજ માણી શકશો નહિ, પણ જ્યાં અંતર્દષ્ટિ ખુલી જશે પછી તે તમને આ દેહને રાગ ૫ણ છૂટી જશે. આ શરીર પણ એક સાધન છે. જેમ ઉપર ચઢવું હોય તે સીડી સાધન છે અને એ સાધન દ્વારા તમે ઉપર ચઢી ગયા. પણ જે સીડીને છેડો નહિ તે તમને કેઈ મૂર્ખ કહેશે અને કહેશે કે ભાઈ! તું ઉપર ચઢી ગયે, હવે સીડીને મેહ શા માટે રાખે છે! હવે છોડી દે. તેમ સાધનાની સીડી ઉપર જે તમારે જવું હોય, મેક્ષની મંઝીલે પહોંચવું હોય તો તમારે દેહને રાગ પણ છેડે પડશે.
આવતી કાલથી ઉપવાસની પચરંગી કરાવવાની છે. તેની જાહેરાત કરવામાં આવે છે ત્યારે કેટલાક એમ કહે છે કે શું કરીએ.! પંચરંગી તે કરવી છે પણ ભૂખ લાગે છે. જ્ઞાની પુરૂષે તે કહે છે કે –
“તન દુર્બલ હોને કે ભય સે, તુંને તપ-વ્રત કીયા નહિ, સામાયિક એકાસન કર કે, શુદ્ધ ભાવ રસ પિયા નહિ, પુષ્ટ બનાયા જિસે રાત-દિન, પિલા ખિલા કર ભજન પાન, વહ શરીર ભી તુઝે છેડ કર, હે જાતા હૈ નષ્ટ નાદાન.”