________________
કામગ છેડીને તે આત્માઓએ શ્રી જિનેશ્વરેદેવના શાસનનું શરણ અંગીકાર કર્યું, કારણ કે પૂર્વે કરેલાં શુભ કર્મોના પ્રભાવથી ઉત્તમ કુળ અને તેને અનુકુળ સામગ્રીઓ તે મળી જાય છે, પણ જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે આત્માના ક્ષાયિક અને ક્ષપશમ ભાવથી જ પ્રાપ્ત થાય છે. તેથી તે આત્માઓ દ્રવ્યથી ભૌતિક સુખેથી યુક્ત અને ભાવથી આધ્યાત્મિક સુખેથી યુક્ત હતા.
બંધુઓ, તમે અમારાથી દૂર જઈને બેસે કે નજીક બેસે પણ એક વખત તે ભગવાન જિનેશ્વરના પ્રરૂપેલા ધર્મના શરણે તમારે આવવું જ પડશે. જેમ વ્યવહારમાં એક ઢેર જે તેના માલિકના ખીલડે હોય છે તે તેને તેને માલિક મનમાજે ચારે ને ખાણ ખવડાવે છે, તેને પંપાળે છે, પણ જે ઢાર તેના માલિકના ખીલડાને છોડી ગમે ત્યાં રખડે છે તે તેને ડફણાં જ મળે છે, તેમ આપણે પણ જે ભગવાનની આજ્ઞાનો ખીલડો છેડીને મરજી મુજબ ફરીશું તે આપણે માટે પણ ચતુર્ગતિના દુઃખ રૂપી ડફણું તૈયાર છે. આ આત્માઓને ત્યાં વૈભવની કમીના ન હતી, છતાં ભગવાનનું શરણુ શા માટે અંગીકાર કર્યું? તેમને સંસારનો ભય લાગ્યો હતો.
સંસારમાં સુખ કરતાં દુખ વધારે છે. જેમ પૃથ્વીમાં જમીન કરતાં પાણી વધારે છે તેમ સંસારમાં સુખને ભાગ શેડો છે ને દુઃખનો ભાગ વધારે છે. એ ગમે ત્યાંથી છાલક મારીને આવી જાય છે. એટલે સતત જાગતિમાં આપણે કહેવું જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મને આ ભૌતિક સાધને મળ્યા છે, બહારના વિપૂલ પદાર્થો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયાં છે, એ તે પૂર્વના પુરયેયથી; પણ હવે મારે એ મય બનવું નથી, પણ તેનાથી અલિપ્ત રહેવું છે. ઉત્તરાધ્યયન સત્રનાં ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે
જહા મિં જ જાય, નેવ લિમ્પઈ વારિણા
એવં અલિપ્ત કામેહિ, તે વયં બૂમ માહિણું ” ઉ. સૂ. અ. ૨૫ ગા. ૨૭ ભાગ અને વાસનાઓના શૈભવથી જેટલા અલિપ્ત રહેશો તેટલા સંસારમાં તમે આનંદથી રહી શકશો. જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે, છતાં તેનાથી અલિપ્ત રહે છે, તેમ તમે સંસારમાં રહે , વ્યવહાર ચલાવે છે, પણ બધું મારું નથી, એવી રીતે ઉદાસીન ભાવથી રહે. જે ઉદાસીન ભાવ કેળવ્યું હશે, તે કપર સંયોગોમાં પણ તમારી સ્વસ્થતા ટકી શકશે.
તરંગ વગરના સ્થિર સરોવરના શાંત પાણી બિલારીના કાચ જેવા પારદર્શક હોય છે. એના કિનારે જઈને તમે બેસે તે તેમાં તમારૂ પ્રતિબિંબ દેખાશે. તેમ મનમાં
જ્યારે ભૌતિક સુખ મેળવવાના તરંગે શાંત થઈ જાય છે ત્યારે જીવન પણ બિલેરીના કાચ જેવું બની જશે, ત્યારે જે આનંદ અંદરથી આવે છે એ કઈ અદૂભૂત હોય છે.