________________
પ્રકરણ ૨ જુ: સિદ્ધ
પ૭
થઈને (૧) ત્યાં રહેલા અશુભ પુગલોને આહાર ગ્રહણ કરી આહારપર્યાતિ પ્રાપ્ત કરે છે. (૨) તેથી ક્રિય શરીર પ્રાપ્ત થવાથી શરીર પર્યાયને પ્રાપ્ત કરે છે. (૩) પછી શરીરથી ઈન્દ્રિયોને આકાર બનવાથી ઈન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરે છે. (૪) પછી ઈન્દ્રિય વડે વાયુને લેતાં અને છોડતાં હોવાથી શ્વાસોચ્છવાસ પર્યાય પ્રાપ્ત કરે છે. (૫) પછી મન અને ભાષા પર્યાયને સાથે જ બાંધીને છએ પર્યાયોથી યુક્ત થઈ બિલની નીચે રહેલી કુંભિઓમાં નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. તે "કુંભિઓ ચાર પ્રકારની કહેલ છે. (૧) ઊંટના ગળા જેવી વાંકી (૨) ઘી-તેલ વગેરેના કરવાળા જેવી–ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી (૩) ડબા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી (૪) અફીણના ડોડવા જેવી, પેટ પહોળું અને મેટું સાંકડું અને અંદર ચારે બાજુ તીક્ષણ ધારવાળી. આમાંથી કોઈ પણ એક કુમિમાં પડ્યા પછી નારકી જીવોનું શરીર ફુલાય છે, જેથી કુંભિમાં ફસાઈને તીક્ષણ ધાર વાગવાથી અતિ દુઃખી થઈ પોકાર કરે છે, ત્યારે પરમાધમી (યમ) દેવે તેને ચીપિયાથી ખેંચી કાઢે છે. ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે, ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે, પણ મરતા નથી, કેમકે કરેલાં કર્મને ભગવ્યા વિના છુટકારો મળતો નથી. જેમ વિખરાયેલ પારો મળી જાય છે, તેમ તે નારકીના શરીરના કકડા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે. ૧૫ જાતિના પરમાધમી દેવો દ્વારા નારકીને દેવાતાં દુખે.
૧. તે નારકી છે જ્યારે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જનપાણીની યાચના કરે છે, ત્યારે જેમ કેરીને ઘોળી નરમ કરે તેમ “અંબ નામના પરમાધમ નારકી જીવને મર્દન કરી તેમની નસોને ઢીલી કરી નિર્બળ બનાવી દે છે.
૨. જેમ કેરીનો રસ કાઢી ગોટલે ને છોતરું ફેંકી દે છે તેમ “અંબર” નામના પરમાધમી દેવો નારકીના શરીરને લોહી, માંસ, હાડકાં, ચામડી, વગેરે પુગલોને જુદાં કરી ફેંકી દે છે.