________________
જૈન તત્વ પ્રકાશ
નરકાવાસ અસંખ્યાત જનના લાંબા પહોળા છે. ત્રણ ત્રણ હજાર
જનના ઊંચા છે, જેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર ચેજન નીચે છોડીને મધ્યમાં એક હજાર એજનની પોલમાં નરકના જીવો રહે છે.
પ્રત્યેક નરકની નીચે જુદા જુદા ગોલાર્ધ (અર્ધ વલયાકાર) છે. પહેલું ગોળાઈ ઘદધિ (જામેલા પાણીનું ૨૦૦૦૦ એજનનું છે. એના નીચે બીજું ગોળાર્ધ ઘનવાત (જામેલી હવા)નું તેનાથી અસંખ્યાતગણું વધારે છે. એના નીચે અસંખ્યાત જન તનવાત છે. તેની નીચે અસંખ્યાત જોજન આકાશ છે. જેમ પાયા ઉપર પથ્થર અને હવામાં વાયુયાન રહે છે તેમ ઉપરના ૪ ગોળાર્ધના આધારે ૭ નરક રહેલા છે.
૧. રત્નપ્રભા નરક-કાળા રંગનાં ભયંકર રનથી વ્યાપ્ત છે. ૨. શર્કરા પ્રભા નરક-ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ
કાંકરાઓથી ભરપૂર છે. ૨. વાલુકા પ્રભા-ભાડભૂજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતીથી
ભરપૂર છે. ૪. પંકપ્રભા નરક-માંસ, લેહી, પરુ વગેરેના કીચડથી ભરેલી છે.
ધુમ્રપ્રભા નરક–રાઈ મરચાંના ધુમાડાથી પણ વધારે તીખા
ધુમાડાથી વ્યાપ્ત છે. ૬. તમપ્રભા નરક ઘોર અંધકારમય છે. ૭. તમસ્તમપ્રભા-મહાન ઘોર અંધકારથી વ્યાપ્ત છે.
નરકાવાસથી ભીંતમાં ઉપર બિલના જ આકારનાં નિ–સ્થાને (નારકી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા છે. ત્યાં પાપી પ્રાણીઓ ઉત્પન્ન
૪ સૂયગડાંગ સૂત્રના ૫ મા અધ્યયનમાં “અતિરેક, ડવ કુ ” અર્થાત નરકમાં ઉત્પન્ન થતા નીચે માથાં કરીને પડે છે, એમ કહેલું છે. અને એ જ પ્રમાણે પ્રશ્નવ્યાકરણ સૂત્રના પહેલા આશ્રવારમાં પણ કહ્યું છે. જેથી જણાય છે કે નારકી જીવોનું ઉત્પત્તિસ્થાન નારકાવાસના ઉપરના બિલમાં હોવું જોઈએ. આને વિશેષ સ્પષ્ટ ખુલાસે દિગંબર ગ્રંથ માં છે. કેટલાક કુંભિમાં ઉત્પત્તિસ્થાન માને છે.