________________
જ્ઞાનીને સમાગમ થાય તે જીવનને ૫ થઈ જાય છે. બંધુઓ! મિત્ર શોધે તે આ શોધ કે ખરા વખતે કામ આવે. જ્ઞાનીને દુઃખ આવે અને અજ્ઞાનીને પણ દુઃખ આવે. પણ ફરક એટલે છે કે જ્ઞાની સમજણપૂર્વક–સમતા ભાવે કર્મને વેદે છે અને અજ્ઞાની હાય કરીને વેચે છે. શેઠ તે ધ્યાનમાં લીન બની ગયા છે.
મિત્ર સમજાવે છે કે શેઠ! તમે તમારા ભાવમાં રહેજો. દેહ રૂપી પર્યાય પટાય છે, આત્મા પટાતે નથી. હે ચેતન! તું તારામાં જ મસ્ત રહેજે.
આઠ મેમાં ચાર કર્મઘાતી છે અને ચાર અઘાતી છે. આજે માણસ ઘાતી ઉપર ઘા કરતું નથી. અઘાતી ઉપર ઘા કરે છે. ઘાતીથી ડરતા નથી. અઘાતીથી ડરે છે, પણ ભાઈ, અઘાતી કર્મને તેડવાની ખુદ કેવળીની પણ તાકાત નથી. સમુદઘાત કરીને કેવળી સમસ્થિતિમાં કરે પણ તેડી શકે નહી. સહેજ વેદનીયને ઉદય થાય ત્યાં દવાખાને દેડે. જે ન મટે તે અંબાજી અને ભવાની કરવા જાય. વેદનીય કર્મના બે ભેદ છે. શાતાવેદનીય અને અશાતા વેદનીય. અશાતા કોઈને ગમતી નથી.
જીવને અનાદિથી સંસારમાં મુંઝવનાર હોય તે તે મેહનીય છે. મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિ છે અને દર્શન મોહનીયની ત્રણ છે. સત્ય વસ્તુનું ભાન થવા ન દેનાર કંઈ હોય તે દર્શન મેહનીય છે. તેની ઉપર ઘા કરે. અઘાતી કર્મથી ડરે નહિ
શેઠ પિતાનામાં સ્થિર થઈ ગયા છે. બબે દિવસે કયાં પસાર થઈ ગયા તેની ખબર પડી નહિ. છેલ્લે દિવસ આવી ગયો. રાત પડી. લેકો ધાબા ઉપર ચડીને જોવા લાગ્યા. આ જીવને કયાં રસ છે, જે આ જગ્યાએ ધર્મજાગરણ કરવાનું હોય, એક સામાયિકતુ. મા ખમણ કરાવવામાં આવે ત્યારે જગાડવા માટે કંઈક ટીખલ કરાવે. પણ અહીં કેઈને જગાડવા પ્રયત્ન કરે પડતું નથી. રાત્રિના બાર વાગ્યા. ખૂબ વિજળી થવા લાગી. આ મિત્ર શેઠની પાસે આવ્યો છે. તેની પત્નીને લેકે સામેથી કહેવા લાગ્યા કે હાથે કરીને રંડાપ લેવા પતિને શા માટે જવા દીધો? હજુ પણ બોલાવી લાવે, વિજળી ખૂબ થાય છે. મિત્રની પત્ની ખૂબ ગંભીર હતી. કહે છે કે, ભાઈ, એક જીવને જે શાંતિ મળતી હેય, સમાધિ રહેતી હોય તે લાભનું જ કારણ છે. જે થવાનું છે તેમાં કાંઈ જ મિયા થવાનું નથી. તમે કાંઈ જ ચિંતા ન કરે. ધર્મથી પાપ ચાલ્યું જાય છે.
વિજળી શેઠના મકાન ઉપર ઘુમરી ખાય છે. જોકે કહે છે કે, નક્કી મહારાજની વાત સાચી જ પડશે. કડાકા થાય છે પણ શેઠને કંઈ જ ખબર નથી. બરાબર રાત્રિના ત્રણ વાગે વિજળી પડી પણ ક્યાં પડી ! શેઠના મકાનના છાપરાની છતને વધારાને ભાગ છે તેના ઉપર પડી અને તે ભાગ તૂટી ગયો. વિજળી પડવાથી મોટો ધડાકે થયે. એ ધડાકે કે મેટે થયે હશે? શેઠ તે પિતાના ઉપગમાં સ્થિર છે.