________________
તે પણ આપની પાસે રહેવા આવવાની અમારી હિંમત નથી. કઈ પણ કરે રહેવા આવવાની હા પાડતું નથી, કારણ કે જીગરજાન શ્રીમતીજી જ્યારે પિયર પધારે છે તે પછી અમે મરવા શા માટે આવીએ?
મુનીમ કે નોકર કેઈ આવવાની હા પાડતા નથી ત્યારે શેઠ કહે છે કે, હવે શું કરવું? ત્યારે શેઠાણી કહે છે શેઠ! “તમે જીવો કે મરે, હું તે મારા પિયર જાઉં છું.” (હસાહસ) શેઠને તે એ ઝાટકે લાગ્યો કે આ શું? ખરેખર સંતના શબ્દ સાચા જ છે.
કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધાં મથીમથી રે...કઈ... આ મારો દીકરો આ મારો બાપ છે, આ મારી પત્ની ને આ મારી માત છે, મુઆની સંગાથે કોઈ જાતું નથી રે.. કોઈ કેઈનું નથી રે .
શેઠને તે આંખ કરતાં આંસુ મેટાં, દુઃખને પાર નથી. ખૂબ ઝૂરે છે. ગામમાં શેઠને એક મિત્ર રહે છે. તે સામે મળે ત્યારે બંને સામ-સામા જુહાર કરે-હાથ જોડે. આ સિવાય બીજે કાંઈ સંબંધ ન હતા. આ જુહાર મિત્ર ધર્મિષ્ઠ હતે. સુખમાં સાથે રહે અને દુઃખ વખતે ભાગી જાય એવો આ મિત્ર સ્વાથી ન હતું. તેને ખબર પડી કે મારા મિત્રની આ સ્થિતિ છે. પિતાની પત્નીની રજા લઈને તે શેઠની પાસે આવે છે. શેઠની સ્થિતિ જોઈને વિચારે છે, કે માણસને મૃત્યુને ભય કે પાગલ બનાવે છે!
દુઃખ વખતે મિત્રને જોઈ શેઠ તેને ભેટી પડયા. અહા ! મિત્ર, તું આવ્યું? શેઠ! સમય આવ્યે સહારે ન આપું તે મિત્ર શેને? તમે હવે રડે મા, મૂંઝાશો નહિ. આ સંસાર જ એ વિચિત્ર છે. આ બધા મેહ, રંગ ને રાગનાં નાટક છે. તેમાં “ઈમં ચ મે અસ્થિ ઈમ ચ નથિ ” આ મારું છે. આ મારું નથી એ મમત્વ ભાવ રાખે નહિ. | તમને કેણે કહ્યું કે વિજળી પડશે.! શા માટે આર્તધ્યાન કરે છે! ભાઈ! –ગુરૂદેવે કહ્યું છે કે તારા ઘર ઉપર વિજળી પડશે. અરે શેઠ ! વિજળી પડવાની હતી તે પડી ગઈ. શેઠ કહે છે. કયાં પડી છે? તમારા ઘરમાં. પેલી વિજળી તે પડતાં પડશે પણ આ તમારી પત્ની તમને છોડીને પિયર ચાલી ગઈ છે. એ વિજળી નથી તે બીજું શું છે! - હવે તમને કાંઈ સમજાય છે કે આ સંસારમાં મારું કઈ નથી. ધન કમાવવાની પાછળ કઈ દિવસ સંતની વાણી સાંભળી નહિ. દાન કર્યું નહિ. બ્રહ્મચર્ય પાળ્યું નહિ, પણ અંતિમ સમયે જીવને શરણભૂત હોય તે તે એક ધર્મ જ છે.
ધમાધના કરવાથી આપત્તિના પહાડે પણ ચાલ્યા જાય છે. માટે હવે ધર્મારાધનામાં લાગી જાય. હજુ બચવાની બારી છે. શેડ અઠમ તપ લગાવીને બેસી ગયા. શેઠના મિત્રે એવું સચોટ સમજાવી દીધું કે મૃત્યુને ભય ભૂલાવી દીધું. જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આટલે જ ફરક છે. ભલે હોય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કેઈ,
જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રાઈ.