________________
ચમત્કાર હોય છે. એટલે હાથ જોડી ધ્યાનપૂર્વક માંગલિક સાંભળીને ગયે. આ ભાઈને સટ્ટા બજારને ધંધે હતો “ કાગનું બેસવું ને ડાળનું પડવું ” ભાઈને તે દિવસે સટામાં રૂ. ૨૫૦૦ને ફાયદો થશે. અને થયું કે આવી માંગલીક તે સારી. બીજે દિવસે એકલો આવ્યું. જેની માંગલીક સાંભળી હતી તે મહાસતીજી હાજર ન હતા. બીજા મહાસતીજીએને પૂછયું તે ખબર પડી કે એ તે પંચભાઈની પળે ગૌચરી ગયા છે. મોડા આવશે. એટલે એ ભાઈ ઉપાશ્રયના ઓટલે બેઠા. પણું વાગે એ મહાસતીજી આવ્યા ત્યારે એ અંદર ગયે. મહાસતીજી પૂછે છે કે, કેમ ભાઈ! અત્યારે આવ્યા છે? શું કંઈ પ્રતિજ્ઞા લેવી છે, બ્રહાચર્યની બાધા લેવી છે કે પરિગ્રહની મર્યાદા કરવી છે ત્યારે પેલો ભાઈ કહે છે કે મારે તે માંગલિક સાંભળી લેવી છે. મહાસતીજીએ કહ્યું કે ઉપાશ્રયમાં બીજા સતીજીએ હતાં તે તમારે માંગલિક સાંભળવી હતી ને? તે કહે કે, મારે તે આપની માંગલિક સાંભળવી છે. કારણ શું? એ પછી કહીશ. માંગલિક કહી એટલે પેલા ભાઈ કહે છે. કાલે આપની માંગલિક સાંભળીને ગયો તે રૂ. ૨૫૦૦ને નફે થયે. આજે તે એકાવન હજાર મળવા જ જોઈએ. (હસાહસ) ભાઈ! માંગલિકમાં કાંઈ ફરક નથી. એમાં તમારું પ્રારબ્ધ કામ કરે છે. તે ભાઈ એજ માંગલિક સાંભળીને ગયા. ફરીને નફે ન મળે, તે શું કહેવાના? માંગલિકમાં તે એવું કંઈ નથી. અમે તે માંગલિક સંભળાવતાં એ જ કહીએ છીએ કે તમે ગમે ત્યાં જાવ પણ આ ચાર શરણું તમે સાથે ને સાથે રાખજોપણ આજે માંગલિક સાંભળવાના ભાવ જુદા હોય છે. પણ ભલા, તમારા સટા માટે આ માંગલિક નથી. તમારી આ ભૂખ લઈને માંગલિક સાંભળતા નહિ.
આ શેઠ એમની ભાવનાનું ઝેર લઈને મહારાજ પાસે ગયા. શેઠ કહે છે, બાપજી ! ઘણા પ્રયત્ન કરવા છતાં હું ક્રોડાધિપતિ બની શક્યો નથી. તે તેને ઉપાય ખરે! મહારાજ કહે છે કે ક્રોડપતિની ધજા ફરકાવવા શું મહેનત કરે છે? આ સંસારનું સ્વરૂપ કેવું છે! તે તું સમજે છે? આ સંસારમાં તે આજને કરોડપતિ તે કાલને રોડપતિ અને આજને ચમરબંધી તે આવતી કાલનો ચિંથરેહાલ! આજને શ્રી કુણુ તે કાલને સુદામા ” આવા કંકો ચાલ્યા કરે છે. માટે તું કોડપતિની દવજા ફરકાવવાની મહેનત કર્યા કરતાં તારા આત્માની પ્રવજા ફરકાવ ને ?
શેઠ પૂછે છે બાપજી! તમે આમ કેમ કહો છો? તે મહારાજ કહે છે શેઠ, આજથી સાતમા દિવસે તમારા ઘર ઉપર ભયંકર વિજળી પડવાની છે. શેઠ કહે. બાપજી, કાંઈ વાંધો નહિ. હું ઘર છોડી બીજે રહેવા જઈશ. મહારાજ કહે છે તું જે ઘરમાં રહેવા જઈશ ત્યાં વિજળી પડશે, અને તારા ઉપર જોખમ છે. આથી શેઠને ભય લાગ્યો કે મહારાજ કોઈ દિવસ બેલે નહિ અને બેલે તે ખેડું હોય નહિ.