________________
• '
સમજીને જેમાંથી સરકી જવું તેનું નામ સંસાર. જાણીને જીવન જીવવું તેનું નામ જીવન. અને મૂકીને મુક્ત થઈ જવું એનું નામ મોક્ષ. બંધુઓ! ડાહો માણસ કોણ કહેવાય? જે સંસારમાં રહે પણ ખરો અને ધીમે ધીમે તેમાંથી સરકતે પણ જાય. | માની લો કે તમે રસ્તે ચાલ્યા આવતા હે, પાસે પૈસા ને માલ છે. તે વખતે ચાર પાંચ ગુંડાએ તમને ઘેરી વળ્યા. અને તમે કદાચ ભાગવા જાઓ તે તે તમને છર મારે એવી સ્થિતિ હોય ત્યારે તમે શું કરે? તમે કુશળતાથી મીઠી મીઠી વાત કરીને ગુંડાની પકડમાંથી છૂટવાને ઉપાય શેને? - આ રીતે સંસારના સકંજામાં બરાબર સપડાઈ ગયા છે. હવે જે એકદમ ભાગવા જાઓ તે લેકે તમારાં કપડાં ફાડી નાખે ત્યાં સુધી તમને વળગે, “તમે અમને છોડીને ન જાએ, અમને છેડીને ન જાઓ.” તમારૂં અમારે ઘણું કામ છે. કારણ કે એ બધા સમજે છે કે આ વગર પગારને નોકર રળી રળીને બધાને માટે ચિંતા કરતે હેય એ શેધવા જઈએ તોય મળે નહિ. હું ઘણું માણસને જોઉં છું. જેએનું શરીર જર્જરીત થઈ ગયું છે, પૂરૂં ઘડપણ આવી ગયું છે, છતાં છેલ્લી ઘડી સુધી દુકાન છેડે નહિ. અને એ છોકરાઓને રમાડતે હેય ત્યારે એના મુખ ઉપર કેટલે આનંદ હોય છે! અને પાછા મનમાં વિચાર કરે કે આ છોકરાઓનું કોણ કરશે? પણ એ ગમારને ખબર નથી પડતી કે તું જે આ ચિંતામાં પડીશ તે તારૂં કોણ કરશે?
એ તમારાં માનેલાં સગાં ને નેહિઓ સમજે છે કે આજના જમાનામાં બસે રૂપિયા આપતાં પણ આવો પ્રમાણિક નોકર નથી મળતો. આ માણસ વગર પગારે ખાલી બે ટંક જમીને આખો દિવસ આપણે માટે મહેનત કર્યા કરે ! તે આવે નેકર શું ખૂટે? એટલે એ લોકો તમને ખુશ રાખવા થાય તેટલા પ્રયત્ન કરે, પણ આત્માએ વિચાર કર જોઈએ કે આમાં મારું શું છે? હું જિંદગીના અંત સુધી આ બધું સાચવ્યા કરીશ, વેવાઈ અને વેવાણેને મનાવ્યા કરીશ, સગાં વહાલાઓને સાચવ્યા કરીશ, લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા કરીશ તે આમ ને આમ મારું જીવન સમાપ્ત થઈ જશે. હા, એક વાત છે, કે આ બધા વ્યવહાર સાચવનારને દુનિયા ડાહ્યો કહેશે, વ્યહાર કુશળ માનશે, અને કહેશે કે આને તે ઘણી ઓળખાણ–પીછાણ છે.
દેવાનુપ્રિયે, તમે વિચાર કરજે. દુનિયામાં તમે મેટા શેઠશાહુકાર કે નેતાઓની ઓળખાણ કરો, પ્રતિષ્ઠા મેળવે પણ જ્યાં સુધી આત્માની ઓળખાણું નહિં થાય ત્યાં સુધી આ બધી જ ઓળખાણ નકામી છે. આત્માની ઓળખાણ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભૂમિકા હોય તો આ મનુષ્ય જન્મ જ છે. આત્માને ઓળખ્યા વિના જે આત્માએ દિગલિક પદાર્થો પ્રત્યે મમતા રાખે છે અને બધાને મારા માને છે તેની શી પરિસ્થિતિ થાય છે તે સમજવા માટે એક દૃષ્ટાંત આપું છું. ૯. શા.