________________
૨૮ વર્ષની ઉંમરમાં ભેગોને છોડી દીધા. કદાચ તમને થાય કે મહાવીરની વાત જુની થઈ ગઈ છે. અને મહાવીરને આપણે કયાં જોયા છે? તે અત્યારની ચાલુ વાત મહાત્મા ગાંધીજીને તે તમે સહુ જાણે છે. મહાત્મા ગાંધીજીએ પણ ભરયુવાનીમાં બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરી હતી.
ચક્રવર્તિ જેવા ચક્રવર્તિએ જે છ છ ખંડની સમૃદ્ધિ ત્યાગીને ચાલી નીકળ્યા. એમના છ ખંડને બદલે તમે તે છ એરડાના તે ધણી છે ને? છતાં છોડવાનું મન થાય છે? સંસાર દાવાનળ જે લાગે છે? જ્યારે તમને અંદરથી ડંખ લાગશે ત્યારે અમારે તમને બહુ કહેવું નહિ પડે.
આ ચારે ત્યાં કેવી સમૃદ્ધિ હતી. એક વખતના મહાન સુખી આત્માઓ તે બધી સુખ સંપત્તિને ત્યાગ કરી ભગવાનના માર્ગનું શરણું કેવી રીતે અંગીકાર કરશે, એ ચાર આત્માઓમાં ઈષકાર રાજા, કમલાવતી રાણી, ભૂગુ પુરહિત અને યશાભાર્યા છે, તેઓ કઈ રીતે આત્મ-સાધના કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં–૧૦
અષાડ વદ ૮ ને રવિવાર તા. ૨૬-૭-૭૦ શાસકાર ભગવંત ત્રિલકીનાથ મહાવીર સ્વામીએ જગતના જીના આત્મકલ્યાણને અર્થે ફરમાન કર્યું છે કે હે ભવ્ય આત્માઓ ! સમજે. સમજે ને સમજે. આ જીવે વિષયાધીન બનીને અનંત કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. પણ હજુ તેને થાક લાગે નથી. અમારું આટલું સતી મંડળ બેઠું છે તેમને ત્રણ વખત વંદણ કરતાં તમને થાક લાગી જાય છે, એકને વંદન કરે એટલે બધુ આવી ગયું, એમ માને છે પણ સંસારને અર્થે તમે કેટલું કરે છે? ત્યાં તમને સહેજ પણ થાક લાગતો નથી. જ્યારે આત્માને પિતાના સ્વરૂપની પિછાણ થશે ત્યારે તેને સંસારને ભય લાગશે.
- ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છે જેને અધિકાર ચાલે છે, તે આત્માઓ પૂર્વકૃત કર્મોને ખપાવી દેવલેકમાંથી અવીને ઈષકાર નગરીમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થયા છે. તે આત્માઓ કેવા છે?
નિવિણ સંસાર ભયા જહાય, જિણિંદ મગં શરણું પવન્ના” તે આત્માએ સંસારના ભયથી નિર્વેદ પામી કામગને છોડી દે છે. પણ જેઓ સંસારના સુખમાં મગ્ન બનેલા છે તેમને સત્ય હકીક્ત ક્યાંથી સમજાય ! જ્ઞાની પુરૂષેએ આ સંસારનું સ્વરૂપ જોઈ જગતને મેહ નિદ્રામાંથી જગાડવાને માટે સંસારની ત્રણ વ્યાખ્યા કરી છે. સંસાર કેને કહેવાય?