________________
એક શ્રીમંત શેઠ પૂબ ધન કમાયા. તેમની પાસે નવાણું લાખ ને નવાણું હજાર રૂપિયાની મિલ્કત ભેગી થઈ, પણ સંતેષનું નામ ન મળે. કહ્યું છે કે “જહા લાહ તહા હા ” મનુષ્યને જેમ જેમ લાભ મળતું જાય છે તેમ તેમ તને લાભ વધતા જાય છે. પણ આત્માના સુખ માટે લેભ થતું નથી. અહીં તે એક સામાયિક કરી, વ્યાખ્યાન સાંભળ્યું કે પ્રતિક્રમણ કરી લીધું એટલે જાણે ઘણું કર્યું. આઠ વાગે દુકાન ખોલી. સારો ઘરાક આવી ગયો. અને ચાર દિવસમાં જે કમાણી નહોતી થઈ તે એક જ કલાકમાં થઈ. પછી તમને એવું થાય ખરૂં કે ઘણું મળી ગયું. આજે આઠમને દિવસ છે માટે હવે દુકાન બંધ કરીને ઉપાશ્રયે જાઉં ને વ્યાખ્યાન સાંભળું! “ના” ત્યાં તે સંતેષ થાય જ નહિ ને? સતેષ ધર્મધ્યાનમાં થાય,
આ શેઠને નવાણું લાખ ને નવાણું હજાર રૂપિયા મળ્યા છે. પણ મનમાં એક આકાંક્ષા છે કે હવે એક હજાર રૂપિયા મળી જાય તે હું ક્રોડાધિપતિ બનું અને ક્રોડાધિપતિની વજા ફરકાવું. આ મેહ છે, એટલે એક હજાર રૂપિયા મેળવવા માટે આ શેઠ અથાગ પ્રયત્ન કરે છે, પણ કર્મોદય એ છે કે કઈ હિસાબે એક હજાર રૂપિયા મળતા નથી. એક હજાર મેળવવા જાય ત્યાં બે હજાર ગુમાવે, બે હજાર મેળવવા મહેનત કરે ત્યાં પાંચ હજાર ગુમાવે, પણ દોડ મેળવવાની ઈચ્છા પૂરી થાય નહિ.
જેટલા ધંધા વધારે તેટલી ચિંતા વધારે. જેટલાં મગજનાં ખાનાં તેટલી જાતની ચાવીએ. અને ચાવીઓ ઘણું. એ મૂંઝવણ ઓછી કરવા ખાના પણ ઓછાં કરવાનાં છે. મન ક્યાં દેડે છે? જ્યાં ખાનાં હોય ત્યાં દેડે ને? વસ્તુ વિના વિચાર ન આવે તમને કઈ દિવસ એવો વિચાર આવે છે કે ઘોડાના શિંગડા કેવા હશે? કારણ કે તે વસ્તુ છે જ નહિ. જે વસ્તુનું દુનિયા પર અસ્તિત્વ છે તેને માટે જ વિચાર આવે. અને એ જડ પદાર્થને મેહ જેર જમાવે છે. તેના મહત્વને કારણે સંસારી આત્માઓ તેની પાછળ ભમે છે.
આ શેઠને કોઠાધિપતિ બનવું છે. મકાન ઉપર ધવજ ફરકાવે છે, એટલે શેઠ તે જોષી અને ભુવા પાસે જવા માંડયાં. કોઈ ઈલાજ કામ ન લાગે. અંતે શેઠને થયું કે, સાધુ પાસે જાઉં. મમતાનું ઝેર લઈને સાધુ પાસે જવા પણ તૈયાર થઈ ગયા. કારણ કે તૃષ્ણનું જોર ઘણું જ છે. આવા ઘણા આત્માએ છે કે સાધુ પાસે માંગલીક સાંભળવા આવે તે ઉડે ભાવના તે જુદી જ હોય કે આજે માંગલિક સાંભળીને જાઉં તે વેપારમાં નફે મળે. મારે આજ દિવસ સફળ થાય.
અમદાવાદમાં એક વખત એક ભાઈ એના મિત્રની સાથે ઉપાશ્રયે આ વ્યા, પણ બહાર ઉભા રહ્યા એના મિત્રે પરાણે બોલાવ્યું કે ભાઈ! આવ્યા છે તે મહાસતીજીના દર્શન તે કરે ! તે માંડ અંદર આવે, માંગલિક કહી ત્યાં એને થયું કે આમાં તો કંઈ