________________
ભાવાર્થ- સંસારનો ત્યાગ તથા પરિષહને જીતવા તેજ સમય કાર્યકારી માનવામાં આવે છે. અર્થાત્ શોભે છે કયારે કે જ્યારે કષાયેનો નાશ થાય તથા ચિત્ત સ્વસ્થ અને શાંત રહે. પરંતુ જે મુનિનું ચિત્ત કષાયનો નાશ નહીં થવાથી શુદ્ધ નથી થયેલ, અર્થાત્ ચિત્ત કષાયભાવથી મહા મલિન છે, તે મુનિયે શું સંસારને ત્યાગ કરી શકે છે? ના, નથી જ કરી શકતા તેમજ તેઓ પરિષહને પણ સહન કરી શકશે જ નહીં આવા કષાયવાન મુનિયે સંસારની નિંદા કરે તથા પરિષહોને પણ સહન કરે, તે તે સર્વ કાર્ય ઢંગ (કપટ ભાવ) થી જ કરેલું સમજવું જોઈએ. આ કારણે મુનિયેએ વિચારવું જોઈએ કે, પ્રથમ કષાયાદિ અશુદ્ધ પરિણામેને નાશ કરી ચિત્તને શુદ્ધ-નિર્મળ બનાવવું ? ત્યાર પછી સંસારની નિંદા અને પરિષડાને સહન કરવામાં સર્વે સાર્થક છે.
ज्ञान विहीनस्य मोक्षपदं जीवं मा कस्यापि अद्राक्षीः)
बहुना सलिल विलोडितेन करः चिक्कणो न भवति ॥१४॥ અર્થ- જે સ્વસંવેદન સમ્યજ્ઞાન કરી શૂન્ય અને અત્યંતર મહા મલિન પરિણામી છે ચિત્ત જેનું. અર્થાત્ પિતાની બડાઈ, પ્રતિષ્ઠા, લાભાદિક દુષ્ટ કષાય ભાવમાં જેનું ચિત્ત પરિશમન કરી રહેલ છે, અને મનમાં એવું જાણે છે કે, અમારી દુષ્ટતાને કોઈપણ જાણી શકતું નથી. આમ સમજી વીતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ ચિત્તની શુદ્ધિને નથી કરતા, તથા બાહ્ય પ્રકારે બગલાની માફક માયાચાર રૂપ લેખ લેકેનાં ચિત્ત