________________
વિચારે પ્રવેશ ન કરી શકે. સત્સંગ અને સત્ શાસ્ત્રોને ગાઢ પરિચય કર્યા વિના સારાં માઠાં પરિણામની ખબર પડે નહીં. સત્સંગ અને સત્ શાસ્ત્ર કષાયરૂપ ઝેરી પરિણામોના નાશનું બલવાન કારણ છે અને હૃદયની પવિત્રતાનું પણ પ્રધાન કારણ છે. કષારૂપ પરિણામ કાતિલ ઝેર છે અને સત્સંગ, સલ્લાસ્ત્ર તે ઝેરનો નાશ કરવામાં પરમ પીયૂષ (અમૃત) સમાન છે.
अन्तः शुद्धि विना बाह्या न सा श्वास करिमता । धवलोऽपि बको बाह्ये हन्ति मीनाननेकशः ॥ ११ ॥ અર્થ- અંતરંગ આત્મ પરિણામની (કષાય રહિત પરિણામની) શુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ વિશ્વાસ કરવા યોગ્ય નથી. કેમ કે બહારથી બગલો ઊજળે સફેદ છે પણ અનેક માછલીઓને પ્રાણ રહિત કરી નાખે છે ભાવાર્થ- બહારથી દેખવામાં બગલે બહુજ સીધો સાદો, સરલ અને દૂધ જે સફેદ હોય છે, પરંતુ એનું અંતરંગ એટલું બધું દુષ્ટ હોય છે કે તે નિરંતર એજ વિચારે છે કે, કયારે મને માછલી મળે અને ક્યારે હું એને હજમ કરી જાઉ આવા રૌદ્ધ પરિણામથી અનેક માછલીઓને તે પ્રાણુ રહિત કરી નાખે છે. એવી જ રીતે મલિન અંત:કરણવાળા મનુષ્ય પણ બાહ્યમાં જાણે કે સાધુ અને સુંદર ચેષ્ટાને ધારણ કરનાર કેમ ન હોય? પરંતુ જે એમનું અંતરંગ પરિણમન શુદ્ધ નથી તો તે કાંઈ કામના નથી, માટે આ વાત સિદ્ધ છે કે અંતરંગ પરિણામની શુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ વિશ્વાસ કરવા