________________
ગ્ય નથી હોતી. આ પરથી બાહ્ય શુદ્ધિ કરતાં અંતરંગ શુદ્ધિ જ હિતકારિણી અને પ્રધાનપણે આવશ્યક છે. વળી પણ
परस्य बाह्य कर्माणि दृष्टवा मुह्यति यो नरः। नाभ्यन्तर गुणान्वेषी सोऽत्रैव मूर्खउच्यते ॥ १२ ॥ અર્થ- જે મનુષ્ય અન્યના બાહ્ય શુષ્ક અધ્યાત્મજ્ઞાનના આડંબરને તથા બહારની પ્રચંડ ક્રિયાકાંડ આદિના ભારે દંભને દેખી મેહી પડે છે, અર્થાત બાહ્ય આડંબરમાં જ કલ્યાણનું કારણ માની લે છે. પરંતુ તેનું અંતરંગ પરિણમન કેવું અને કેવા પ્રકારનું છે? મલિન છે કે ઉજજવળ નિર્મળ ગુણેથી સુશોભિત છે? આ બાબતની જરા પણ જે મનુષ્ય પરીક્ષા કરતો નથી અને બહારના ભભકામાં અંજાઈ જઈ અભિપ્રાય બાંધે છે, તે મહા મૂર્ખ કહેવાય છે. जुगुप्सते संमृतिमनमाययातितिक्षते प्राप्त परीषहानपि । न चेन्मुनि र्दुष्ट कषाय निग्रहाञ्चिकित्सतिस्वान्तमघ प्रशान्तये
અર્થ- જે મુનિ સર્વ પ્રકારે આત્માનું અહિત કરવાવાળા દુષ્ટ કષાયો પર વિજય મેળવી પાપોના નાશને માટે પિતાના ચિત્તને સ્વસ્થ અને નિર્મલ કરવા નથી ઈચ્છતા, તે મુનિ સમસ્ત લોકેના સમ્મુખ કપટ ભાવથી સંસારની ખાટી નિન્દા કરે છે, તથા અંતરંગ કપટ ભાવથી જ તે ક્ષુધા તૃષા આદિ બાવીસ પરિષહાને સહન કરે છે.